Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > એસ્ટ્રોલૉજી > આર્ટિકલ્સ > Mahalaxmi Rajyog 2026: પૈસા જ પૈસા! ૧૬મી માર્ચે બનનાર રાજયોગ આ ત્રણ રાશિ માટે લઈને આવશે ગોલ્ડન ટાઈમ

Mahalaxmi Rajyog 2026: પૈસા જ પૈસા! ૧૬મી માર્ચે બનનાર રાજયોગ આ ત્રણ રાશિ માટે લઈને આવશે ગોલ્ડન ટાઈમ

Published : 12 March, 2026 12:56 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mahalaxmi Rajyog 2026: જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે જ્યારે મંગળ ગ્રહની શુભ દૃષ્ટિ ચંદ્ર પર પડે છે અથવા તો આ બંને ગ્રહ ત્રિકોણ ભાવમાં સ્થિર થાય છે ત્યારે મહાલક્ષ્મી રાજયોગ બનતો હોય છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


Mahalaxmi Rajyog 2026: જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની ચાલનું ખૂબ જ મહત્વ રહેલું છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જ્યારે જ્યારે મંગળ ગ્રહની શુભ દૃષ્ટિ ચંદ્ર પર પડે છે અથવા તો આ બંને ગ્રહ ત્રિકોણ ભાવમાં સ્થિર થાય છે ત્યારે મહાલક્ષ્મી રાજયોગ બનતો હોય છે. અમૂક રાશિના જાતકો માટે આ યોગ શુભ પરિણામ લાવે છે તો કોઈક રાશિ માટે અશુભ. 

ક્યારે બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગ?



પંચાંગ (Mahalaxmi Rajyog 2026) અનુસાર ૧૬મી માર્ચ, ૨૦૨૬ના રોજ મહાલક્ષ્મી રાજયોગ બની રહ્યો છે. આ દિવસે મંગળ અને ચંદ્ર આ બંને ગ્રહની સ્થિતિ અનુકૂળ રહેવાની હોઇ અતિ શુભયોગ બનવાનો છે.


મહાલક્ષ્મી રાજયોગમાં કયા પ્રકારનો લાભ થાય?

મહાલક્ષ્મી રાજયોગ (Mahalaxmi Rajyog 2026)ની વાત કરીએ છીએ ત્યારે આ સમય દરમિયાન અમૂક રાશિઓના જાતકોને માટે પ્રગતિની તકો મળતી હોય છે. ખાસ કરીને ધનપ્રાપ્તિ થાય છે. કરિયર અને બિઝનેસમાં પ્રગતિ થવા માંડે છે. એવું માનવામાં આવે છે કે આ યોગની અસરને કારણે વ્યક્તિને અણધારી રીતે સંપત્તિ કે પછી પ્રમોશનની નવી તકો સામે આવીને મળે છે. જો લાંબા સમયથી કોઈ કાર્યો અધૂરા હોય તો તે પણ સડસડાટ ક્લિયર થવા લાગે છે.


કઈ રાશિનો શરૂ થઈ રહ્યો છે ગોલ્ડન ટાઈમ?

વૃષભ રાશિ: મહાલક્ષ્મી રાજયોગને કારણે વૃષભ રાશિના જાતકોને ચાંદી જ ચાંદી થવાની (Mahalaxmi Rajyog 2026) છે. આ રાશિના જાતકોને જબરદસ્ત આર્થિક લાભ થવાનો છે. જો કોઈ જૂનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે તો તે પણ આ સમય દરમિયાન ફળીભૂત થવાના યોગ છે. વ્યવસાયમાં નવી યોજનાઓ સફળ થઈ શકે છે. નોકરી કરતા લોકોને નવી નોકરી અથવા પ્રમોશન મળી શકે છે. એવા પણ યોગ છે કે પારિવારિક વાતાવરણ આનંદમય અને શાંતિપૂર્ણ બન્યું રહેશે. આ રાશિના જાતકોના કોઈ કામ લાંબા સમયથી અટકેલા હશે તો તે પણ રફતાર પકડશે. ટૂંકમાં આ જાતકોએ નવી નવી તકો મળી શકે છે.

કર્ક રાશિ: કર્ક રાશિના જાતકો માટે નોકરી અથવા તો પછી વ્યવસાયમાં પ્રમોશનના તો ચાન્સિસ છે જ, સાથે સાથે આ રાશિવાળા લોકોને તેમની મહેનતનું સારું પરિણામ મળી શકે છે. ઇન્વેસ્ટમેન્ટ અર્થે પણ આ લોકોને માટે સારો સમય છે. કોઈ જૂના પ્રોજેક્ટ અથવા યોજનાને આગળ વધારવાની સારી તક મળી શકે છે, સાથે જ અચાનક ધનલાભ તો ખરો જ.

વૃશ્ચિક રાશિ: આ રાશિવાળા જાતકોનો આ સમય દરમિયાન (Mahalaxmi Rajyog 2026) સમાજમાં મોભો વધશે, જે પરિવારમાં પણ ખુશીઓની લહર લઈને આવશે. કરિયરમાં નવી તકો મળવાના પણ યોગ છે. વેપારીવર્ગને વ્યવસાય વધારવાની તક મળશે. રોકાણથી પણ ફાયદો થઈ શકે છે. જૂના વિવાદોનું સમાધાન થઈ શકે છે અને અટકેલા કામ પૂરા થવાની સંભાવના છે. આ સમય દરમિયાન ધીરજ અને સમજણ સાથે યોજનાઓને આગળ વધારવી ફાયદાકારક રહેશે.

(ડિસ્ક્લેમર: આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી જ્યોતિષીય ગણતરીઓ અને પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. દરેક વ્યક્તિની કુંડળી અલગ હોઈ શકે છે, તેથી ચોક્કસ માર્ગદર્શન માટે નિષ્ણાત જ્યોતિષીની સલાહ લેવી.)

Whatsapp-channel Whatsapp-channel

12 March, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK