હાલમાં સમાચાર હતા કે કાર્તિક આર્યનની ફિલ્મ ‘નાગઝિલા’ની રિલીઝ-ડેટને થોડા સમય માટે આગળ ધકેલવામાં આવી છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ હજી પૂરું થયું નથી એના કારણે રિલીઝમાં થોડો વિલંબ થવાની શક્યતા છે.
કાર્તિક આર્યનની નાગઝિલામાં વિલન તરીકે રવિ કિશનની એન્ટ્રી?
હાલમાં સમાચાર હતા કે કાર્તિક આર્યનની ફિલ્મ ‘નાગઝિલા’ની રિલીઝ-ડેટને થોડા સમય માટે આગળ ધકેલવામાં આવી છે. ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ હજી પૂરું થયું નથી એના કારણે રિલીઝમાં થોડો વિલંબ થવાની શક્યતા છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યન ઇચ્છાધારી નાગ પ્રિયંવદેશ્વર પ્યારેચંદની ભૂમિકા ભજવશે. ‘નાગઝિલા’માં લીડ ઍક્ટર જેટલો જ જરૂરી વિલનનો રોલ છે. મળતી માહિતી મુજબ ફિલ્મમાં વિલનની ભૂમિકા માટે રવિ કિશનનું નામ ફાઇનલ થયું છે. જોકે આ બાબતે ઍક્ટર કે ફિલ્મના નિર્માતાઓ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ રિપોર્ટ્સ અનુસાર રવિ કિશન ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ ઉત્સુક છે.


