રેખા જ્યારે પણ જાહેરમાં દેખા દે છે ત્યારે પોતાના સૌંદર્ય, સૌમ્ય અને ગ્રેસથી બધાનાં દિલ જીતી લે છે
રેખા
રેખા ૭૧ વર્ષની થઈ છે અને આજે પણ તે સદાબહાર સુંદરતાની માલિક છે. રેખા જ્યારે પણ જાહેરમાં દેખા દે છે ત્યારે પોતાના સૌંદર્ય, સૌમ્ય અને ગ્રેસથી બધાનાં દિલ જીતી લે છે. રેખાએ એક પ્રસંગે પોતાના આ સૌંદર્યનું રહસ્ય જાહેર કર્યું હતું. હાલમાં ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ની એક ક્લિપ વાઇરલ થઈ છે અને આ વાઇરલ ક્લિપમાં રેખાએ કહ્યું છે કે તેની સુંદરતા અને શાંતિનું રહસ્ય સેલ્ફ લવ છે.
આ ક્લિપમાં રેખા કહે છે, ‘હું દરેક વસ્તુને પ્રેમ કરું છું. હું મારા કામને પ્રેમ કરું છું, મારા મિત્રોને પ્રેમ કરું છું, દુનિયાને પ્રેમ કરું છું, કુદરતને પ્રેમ કરું છું; પરંતુ સૌથી વધુ હું મારી જાતને પ્રેમ કરું છું. મને લાગે છે કે મારી સુંદરતાનું રહસ્ય મારો સેલ્ફ લવ જ છે.’


