Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > તાપસી બાદ અદિતિએ પણ કર્યાં ચૂપચાપ લગ્ન?

તાપસી બાદ અદિતિએ પણ કર્યાં ચૂપચાપ લગ્ન?

28 March, 2024 06:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અદિતિ અને સિદ્ધાર્થ પોતાની પર્સનલ લાઇફને સીક્રેટ રાખવા માગે છે.

અદિતિ રાવ હૈદરી તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે

અદિતિ રાવ હૈદરી તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે


અદિતિ રાવ હૈદરીએ તેના બૉયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે ચૂપચાપ લગ્ન કરી લીધાં હોવાની ચર્ચા છે. તાજેતરમાં જ તાપસી પન્નુએ તેના બૉયફ્રેન્ડ બૅડ્મિન્ટન પ્લેયર મથાયસ બો સાથે ઉદયપુરમાં ચૂપચાપ લગ્ન કરી લીધાં હોવાની ચર્ચા ચાલી હતી. અદિતિ અને સિદ્ધાર્થે તેલંગણના શ્રીરંગાપુરમાં આવેલા રંગનાથ સ્વામી મંદિરમાં ગઈ કાલે લગ્ન કર્યાં હોવાનુ જાણવા મળ્યું છે. એ લગ્નમાં માત્ર નજીકના પરિવારના સદસ્યો અને ખાસ મિત્રોએ હાજરી આપી હતી. અદિતિ અને સિદ્ધાર્થ પોતાની પર્સનલ લાઇફને સીક્રેટ રાખવા માગે છે. લગ્ન વિશે તેમના તરફથી હજી સુધી કોઈ જાહેરાત નથી કરવામાં આવી. ૧૮મી સદીના આ મંદિરમાં અદિતિના નાના વર્ષોથી પૂજા કરતા આવ્યા છે એટલે નવજીવનની શરૂઆત આ મંદિરથી કરવી તેના માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે.


Whatsapp-channel Whatsapp-channel

28 March, 2024 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK