Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દરેક મહિલા સારી નથી હોતી, કેટલીક તો ફેમિનિસ્ટ હોવાનો દેખાડો કરે છે

દરેક મહિલા સારી નથી હોતી, કેટલીક તો ફેમિનિસ્ટ હોવાનો દેખાડો કરે છે

08 May, 2024 06:05 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફીમેલ સાથે કામ કરવાના અનુભવ વિશે રિચા ચઢ્ઢા કહે છે...

રિચા ચઢ્ઢા

રિચા ચઢ્ઢા


રિચા ચઢ્ઢાનો મહિલાઓ સાથે કામ કરવાનો અનુભવ સારો નથી રહ્યો. તેણે ઘણી મહિલાઓ સાથે કામ કર્યું છે જેમાં ફીમેલ પ્રોડ્યુસરનો પણ સમાવેશ છે. તેમની સાથે કામ કરવાના અનુભવ વિશે રિચા કહે છે, ‘મને નથી લાગતું કે દરેક મહિલા સારી હોય. ફીમેલ પ્રોડ્યુસર્સ સાથે મારા કેટલાક અનુભવ કડવા રહ્યા છે જેમાં તેમના ચેક પણ બાઉન્સ થયા છે. તેઓ ટ્વિટર પર ફેમિનિસ્ટ હોવાનો ખોટો દેખાડો કરે છે. મેં કેટલીક ટૉક્સિક કો-ઍક્ટર્સ સાથે પણ કામ કર્યું છે જેઓ મારું દૃશ્ય સારું ન બને એ માટે દરેક પ્રકારના પ્રયત્ન કરતી રહેતી અને એટલી હદ સુધી જતી હતી કે મારા પર આવતી લાઇટની વચ્ચે આવી જતી હતી. હું એવું નથી કહેતી કે દરેક અનુભવ ખરાબ રહ્યા છે. જોકે મહિલાઓ એકમેકના પડખે ઊભી રહે અને સપોર્ટ કરે એ માટે સંબંધ એવા બનાવવા પડે અને એ બન્ને સાઇડથી હોવા જોઈએ. મહિલાઓ ખોટું ન કરી શકે એવી વિચારધારા ખોટી છે. આપણી આસપાસ પણ ઘણી ખતરનાક મહિલાઓ છે. હું ઘણી એવી મહિલાઓને ઓળખું છું જેઓ પાવરમાં છે અને તેઓ પોતાનો જ કક્કો ખરો કરાવવામાં માને છે. બીજી તરફ કેટલાક એવા પુરુષોને પણ ઓળખું છું જેઓ સાચે જ ફેમિનિસ્ટ છે.’

મેં કેટલીક ટૉક્સિક કો-ઍક્ટર્સ સાથે પણ કામ કર્યું છે જેઓ મારું દૃશ્ય સારું ન બને એ માટે દરેક પ્રકારના પ્રયત્ન કરતી હતી અને એટલી હદ સુધી જતી હતી કે મારા પર આવતી લાઇટની વચ્ચે તેઓ આવી જતી હતી.
રિચા ચઢ્ઢા


Whatsapp-channel Whatsapp-channel

08 May, 2024 06:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK