Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રોમૅન્ટિક કૉમેડી હંમેશાં આકર્ષે છે સાન્યા મલ્હોત્રાને

રોમૅન્ટિક કૉમેડી હંમેશાં આકર્ષે છે સાન્યા મલ્હોત્રાને

Published : 23 October, 2021 12:58 PM | Modified : 23 October, 2021 12:59 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ જ કારણ છે કે હું ફિલ્મના પાત્ર અને સ્ક્રિપ્ટ તરફ આકર્ષાઈ હતી. મારા માટે તો મીનાક્ષીનું પાત્ર પહેલી નજરનો પ્રેમ હતો. ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવાનું મારું સપનું હતું.

રોમૅન્ટિક કૉમેડી હંમેશાં આકર્ષે છે સાન્યા મલ્હોત્રાને

રોમૅન્ટિક કૉમેડી હંમેશાં આકર્ષે છે સાન્યા મલ્હોત્રાને


સાન્યા મલ્હોત્રાને રોમૅન્ટિક કૉમેડી હંમેશાં આકર્ષે છે. આ જ કારણ છે કે તેણે ‘મીનાક્ષી સુંદરેશ્વર’ સ્વીકારી હતી. આ ફિલ્મનું ટ્રેલર હાલમાં લૉન્ચ થયું છે અને લોકોને પણ એ ખૂબ પસંદ પડી રહ્યું છે. પાંચમી નવેમ્બરે વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર આ ફિલ્મ રિલીઝ થવાની છે અને એ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં તેની સાથે અભિમન્યુ દાસાણી પણ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મમેકર વિવેક સોનીની આ ફિલ્મની સ્ટોરી લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ પર આધારિત છે. ફિલ્મ ‘મીનાક્ષી સુંદરેશ્વર’ નવપરિણીત કપલના લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપને રોમૅન્ટિક કૉમેડીના અંદાજમાં દેખાડશે. ફિલ્મ કરવા વિશે સાન્યાએ કહ્યું હતું કે ‘સ્ક્રિપ્ટમાં રોમૅન્ટિક સ્પર્શ હોવાને કારણે મેં આ ફિલ્મ પસંદ કરી હતી. એક દર્શક તરીકે હું પણ રોમૅન્સને જોવાનું પસંદ કરું છું. વર્તમાનમાં તો મને હળવી રોમૅન્ટિક કૉમેડી પણ પસંદ છે. આ જ કારણ છે કે હું ફિલ્મના પાત્ર અને સ્ક્રિપ્ટ તરફ આકર્ષાઈ હતી. મારા માટે તો મીનાક્ષીનું પાત્ર પહેલી નજરનો પ્રેમ હતો. ધર્મા પ્રોડક્શન સાથે કામ કરવાનું મારું સપનું હતું.’
આ ફિલ્મમાં સાન્યા મદુરાઈની એક સાઉથ ઇન્ડિયન યુવતીના રોલમાં દેખાશે. તેને પૂછવામાં આવ્યું હતું કે તે પંજાબી હોવાથી આ રોલ કરવાનો અનુભવ કેવો રહ્યો હતો. એ વિશે સાન્યાએ કહ્યું કે ‘રોલ અઘરો તો હતો. દરેક કૅરૅક્ટરની પોતાની જર્ની હોય છે. કૅમેરા સામે આવતાં પહેલાં તમારે થોડી ઘણી તૈયારી તો કરવી જ પડે છે. ફિલ્મમેકર વિવેક સોનીએ ખૂબ મદદ કરી હતી. સેટ્સ પર જતાં પહેલાં અમે થોડું રીડિંગ્સ કરતા હતા એથી મારા પાત્રને સારી રીતે જાણવામાં મને મદદ મળી હતી. સ્ક્રિપ્ટ પણ ખૂબ સરસ રીતે લખાઈ હતી. એથી એક ઍક્ટર તરીકે મારી પાસે જે સામગ્રી હતી એને કારણે બધું સમુંસૂતરું પાર પડ્યું હતું. મને પૂરો વિશ્વાસ હતો કે હું આ પાત્ર સચોટતાથી ભજવી શકીશ.’


Whatsapp-channel Whatsapp-channel

23 October, 2021 12:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK