Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પરેલચા મહારાજાના મહાપ્રસાદને FDAની મંજૂરી

પરેલચા મહારાજાના મહાપ્રસાદને FDAની મંજૂરી

Published : 16 September, 2026 07:30 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગુજરાતના રસોઈયાઓ પાંચ ‌દિવસ બનાવશે સાત્ત્વિક ભોજન

પરેલચા મહારાજા

પરેલચા મહારાજા


ગણેશોત્સવ દરમ્યાન પરેલચા મહારાજા મંડળ દ્વારા આયોજિત પાંચ દિવસીય સામુદાયિક મહાપ્રસાદ માટે મહારાષ્ટ્રના ફૂડ ઍન્ડ ડ્રગ અૅડ્‍‌મિ‌નિસ્ટ્રેશન (FDA) તરફથી વિધિવત્ મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી મળતાં આ મંડળ ૧૯થી ૨૩ સપ્ટેમ્બર દરમ્યાન આશરે ૨૦,૦૦૦ શ્રદ્ધાળુઓને મહાપ્રસાદ પીરસશે.  

મંડળના પ્રમુખ સુજિત ચવાણના જણાવ્યા અનુસાર ૧૧ સપ્ટેમ્બરે FDA તરફથી આ કાર્યક્રમ માટે પરવાનગી આપવામાં આવી હતી. દરરોજ રાત્રે આશરે ૮ વાગ્યાથી પરોઢિયે ૪ વાગ્યા સુધી મહાપ્રસાદ પીરસવામાં આવશે.  



પાંચ દિવસના આ મહાપ્રસાદની તૈયારી માટે ખાસ ગુજરાતથી રસોઈયાઓને બોલાવવામાં આવ્યા છે. ભગવાનને ધરાવાતો ભોગ અને ભક્તો માટેનો પ્રસાદ લસણ, ડુંગળી અને આદું વગર સંપૂર્ણપણે સાત્ત્વિક રીતે તૈયાર કરવામાં આવશે.  


આ પાંચ દિવસ દરમ્યાન રોજિંદા મેનુમાં વૈવિધ્ય રાખવામાં આવશે. એમાં રોટલી સાથે લાડુ, ગુલાબજાંબુ, રસગુલ્લા અને જલેબી જેવી પરંપરાગત મીઠાઈઓ પીરસાશે. આ ઉપરાંત ફરસાણમાં સમોસા, અળવીનાં વડાં-આલુ વડી અને ઢોકળાંનો સમાવેશ કરવામાં આવ્યો છે.  

લાલબાગ અને પરેલ વિસ્તારમાં ગણપતિબાપ્પાનાં દર્શને આવતા ભક્તોમાંથી પ્રતિદિન અંદાજે ૩૦૦૦ લોકો આ મહાપ્રસાદનો લાભ લેશે. સમગ્ર આયોજન દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાનું પણ ચુસ્ત પાલન કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2026 07:30 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK