ચૅરમૅન ડૉક્ટર ઈશા અગરવાલના હસ્તે મંડળના પદાધિકારીઓને વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સનો પ્લાક આપવામાં આવ્યો હતો.
સાકીનાકાચા રાજા
અંધેરીના સાકીનાકાચા રાજાને આ વર્ષે સત્તાવાર રીતે મુંબઈના સૌથી ઊંચા ગણપતિ તરીકે વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા માન્યતા આપીને એનું નામ રેકૉર્ડ્સમાં સામેલ કરવામાં આવ્યું છે. હાથમાં તલવાર, ત્રિશૂલ અને ડમરુ પકડેલી ૪૫ ફુટ ઊંચી આ ગણેશમૂર્તિના વિસર્જન માટે પણ અત્યારથી જ ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. મોટી સંખ્યામાં ભક્તો આ ગણેશમૂર્તિનાં દર્શન કરવા વિસર્જનમાં સામેલ થશે એ ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી રહી છે. મંગળવારે ભૂતપૂર્વ મિસ ઇન્ડિયા તથા વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સનાં ચૅરમૅન ડૉક્ટર ઈશા અગરવાલના હસ્તે મંડળના પદાધિકારીઓને વિનર્સ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડ્સનો પ્લાક આપવામાં આવ્યો હતો.
