Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સૈફ અલી ખાન સાથે જામશે કિઆરા અડવાણીની જોડી

સૈફ અલી ખાન સાથે જામશે કિઆરા અડવાણીની જોડી

Published : 19 August, 2026 01:47 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સૈફ અલી ખાન અને કિઆરા અડવાણી પહેલી વાર સાથે સ્ક્રીન શૅર કરશે. બન્ને સુપરનૅચરલ તત્ત્વ ધરાવતી ઇન્ટેન્સ થ્રિલર ફિલ્મમાં જોવા મળશે, જેને કનિકા ઢિલ્લોં ડિરેક્ટ કરશે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થવાની શક્યતા છે.

સૈફ અલી ખાન અને કિયારા અડવાણી

સૈફ અલી ખાન અને કિયારા અડવાણી


સૈફ અલી ખાન અને કિઆરા અડવાણી પહેલી વાર એકસાથે સ્ક્રીન શૅર કરવા જઈ રહ્યાં છે. રિપોર્ટ પ્રમાણે બન્ને એક સુપરનૅચરલ તત્ત્વ ધરાવતી ઇન્ટેન્સ થ્રિલર ફિલ્મમાં જોવા મળશે. હજુ સુધી ફિલ્મનું ટાઇટલ નક્કી કરવામાં આવ્યું નથી. આ પ્રોજેક્ટમાં લેખિકા-નિર્માતા કનિકા ઢિલ્લોં પહેલી વાર ડિરેક્ટર તરીકે જોવા મળશે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મ હાલમાં સ્ક્રિપ્ટિંગ સ્ટેજમાં છે અને ટીમ એના બન્ને મુખ્ય કલાકારોને ધ્યાનમાં રાખીને સ્ટોરી તૈયાર કરી રહી છે. મેકર્સ આ વર્ષના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હોવાનું કહેવાય છે.
મેકર્સ ફિલ્મની સ્ટોરી અને એમાં રહેલા સુપરનૅચરલ તત્ત્વને હાલમાં સીક્રેટ રાખી રહ્યા છે. જોકે સૈફ અને કિઆરાની નવી જોડી આ પ્રકારની ફિલ્મમાં એક નવી ફ્રેશનેસ લાવી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 01:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK