Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન અને સંજય લીલા ભણસાલી સાથે જોવા મળશે

સલમાન અને સંજય લીલા ભણસાલી સાથે જોવા મળશે

24 October, 2021 04:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડૉક્યુ-સિરીઝ ‘બિયૉન્ડ ધ સ્ટાર્સ’માં ભાઈજાનની લાઇફ દેખાડવામાં આવશે એવી ચર્ચા

સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલી


સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી સાથે જોવા મળશે એવી ચર્ચા ચાલી છે. તેઓ ૨૧ વર્ષ બાદ ફરી એક ફિલ્મ સાથે કરવાના હતા, પરંતુ શૂટિંગ ચાલુ થાય એ પહેલાં જ એને પડતી મૂકવામાં આવી હતી. જોકે હવે તેઓ એક ડૉક્યુ-સિરીઝ ‘બિયૉન્ડ ધ સ્ટાર્સ’માં સાથે કામ કરશે એવી ચર્ચા છે. આ ડૉક્યુ-સિરીઝમાં સલમાનની ૩૦ વર્ષની કરીઅર અને તેના સુપરસ્ટારડમ પર પ્રકાશ પાડવાની સાથે જ તે લોકોની મદદ કરે એ વિશે પણ વાત કરવામાં આવશે. આ સાથે જ ફૅમિલી લાઇફ, પર્સનલ રિલેશનશિપ અને તેના કો-સ્ટાર્સ સાથેના સંબંધો વિશે પણ એમાં વાત કરવામાં આવશે. સલમાનની જર્નીમાં સંજય લીલા ભણસાલીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે અને એથી જ તેઓ પણ આ સિરીઝમાં જોવા મળશે. આ શોના મેકર્સ દ્વારા એક લિસ્ટ બનાવવામાં આવ્યું છે અને તેઓ ડિરેક્ટર્સ, પ્રોડ્યુસર્સ અને ઍક્ટર્સનો સંપર્ક કરી રહ્યા છે. કેટલીક વ્યક્તિને સલમાને પોતે રિક્વેસ્ટ પણ કરી છે. આ માટે સંજય લીલા ભણસાલીએ પણ હા પાડી દીધી હતી અને તેમણે તેમના પાર્ટનું શૂટિંગ પણ કરી દીધું હોવાની ચર્ચા છે. આ સિરીઝને ઓટીટી પર રિલીઝ કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

24 October, 2021 04:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK