Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ સીધી OTT પર આવશે?

માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ સીધી OTT પર આવશે?

Published : 20 April, 2026 12:11 PM | Modified : 20 April, 2026 12:13 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ અફવા વચ્ચે ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિએ કરી સ્પષ્ટતા

ફિલ્મનો સીન

ફિલ્મનો સીન


સલમાન ખાનની આગામી ફિલ્મ ‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ની રિલીઝ માટે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા સમય પહેલાં આ ફિલ્મમાંથી ચીન સંબંધિત રેફરન્સ હટાવવામાં આવ્યા હોવાની ખબર આવી હતી. ત્યાર બાદ એવી અફવા ફેલાઈ હતી કે ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાને બદલે સીધી OTT પ્લૅટફૉર્મ પર આવી શકે છે. હવે આ મુદ્દે પ્રોજેક્ટ સાથે જોડાયેલી વ્યક્તિએ હકીકત જણાવી છે.

રિપોર્ટ મુજબ ફિલ્મને થિયેટરમાં રિલીઝ નહીં કરવામાં આવે એવી ચર્ચાને ખોટી ગણાવીને કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ મોટા પડદા માટે જ બનાવવામાં આવી છે એથી સલમાન અને નિર્દેશક અપૂર્વ લાખિયા બન્ને ફિલ્મ સાથે જોડાયેલા મુદ્દાઓ ઉકેલાયા પછી એને થિયેટરોમાં જ રિલીઝ કરવા પ્રતિબદ્ધ છે.



ઇન્ડસ્ટ્રીના જાણકારોએ જણાવ્યું હતું કે ઘણા લોકોમાં એવી ગેરસમજ છે કે OTT પ્લૅટફૉર્મ પર કોઈ સેન્સરશિપ નથી. હકીકતમાં  OTT પર રિલીઝ થતી ફિલ્મોએ પણ થિયેટર-ફિલ્મ જેવી જ 
સર્ટિફિકેશન-પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે એટલે સીધી OTT રિલીઝ માટે પણ ફિલ્મને જનતા સમક્ષ રજૂ કરતાં પહેલાં સરકારની મંજૂરી લેવી જરૂરી હોય છે.


મોટા ફેરફારો

‘માતૃભૂમિ : મે વૉર રેસ્ટ ઇન પીસ’ વિશે વાત કરીએ તો આ ફિલ્મમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. માર્ચ સુધી ફિલ્મનું નામ ‘બૅટલ ઑફ ગલવાન’ હતું અને એ ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સેનાઓ વચ્ચે થયેલી વાસ્તવિક અથડામણથી પ્રેરિત હોવાનું કહેવાતું હતું. હવે ફિલ્મનું શીર્ષક બદલાઈ ગયું છે તેમ જ ચીન અને ગલવાન ખીણના તમામ સંદર્ભો દૂર કરવામાં આવ્યા છે અને ફિલ્મનું મોટા પાયે રીશૂટિંગ કરવામાં આવી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

20 April, 2026 12:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK