યુલિયાએ રેડ કાર્પેટ પર સ્કાય બ્લુ રંગનું સ્વીટહાર્ટ નેકલાઇનવાળું સ્ટ્રૅપલેસ ગાઉન પહેર્યું હતું
રેડ કાર્પેટ પર યુલિયા વેન્ટુર
સલમાન ખાનની ગર્લફ્રેન્ડ એવી રોમાનિયન સિંગર અને ઍક્ટ્રેસ યુલિયા વેન્ટુર તેની શૉર્ટ ફિલ્મ ‘એકોઝ ઓફ અસ’ના સ્ક્રીનિંગ અને પ્રમોશન માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી છે. અહીં તે તેના કો-ઍક્ટર દીપક તિજોરી અને ડિરેક્ટર સાથે રેડ કાર્પેટ પર વૉક કરતી જોવા મળી હતી. યુલિયાએ રેડ કાર્પેટ પર સ્કાય બ્લુ રંગનું સ્વીટહાર્ટ નેકલાઇનવાળું સ્ટ્રૅપલેસ ગાઉન પહેર્યું હતું. આ સમયે યુલિયા બહુ ખુશ હતી અને તેણે ફોટોગ્રાફર્સને હાર્ટ પોઝ આપીને ફ્લાઇંગ કિસ પણ કરી હતી.
