Salman Khan ‘Sikandar’: સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ઈદ 2025માં રીલીઝ થવાની છે.
સલમાન ખાન અને રશ્મિકા મંદાના
કી હાઇલાઇટ્સ
- `સિકંદર`માં સલમાન ખાન અને રશ્મિકા મંદાનાની જોડી પહેલી જ વખત ફિલ્મમાં જોવા મળવાની છે.
- આ ફિલ્મ સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ કરવાના છે.
- ઈદ 2025માં સલમાન અને રશ્મિકાની ફિલ્મ થિયેટરમાં રીલીઝ કરવામાં આવશે.
બૉલિવૂડના ભાઈજાન સલમાન ખાનની (Salman Khan Sikandar) ફિલ્મોની ચાહકો આતુરતાથી રાહ જુએ છે. સલમાન ખાન દર વર્ષે મોટા તહેવારોના અવસર પર તેની ફિલ્મો રીલીઝ કરીને ચાહકોને ભેટ આપે છે. જેથી હવે 2025ની ઈદના અવસર પર સલમાન ખાન તેની નવી દિલ્મ ‘સિકંદર’ સાથે દર્શકોને ભરપૂર મનોરંજન પૂરું પાડવા આવી રહ્યો છે. ‘સિકંદર’માં સલમાન ખાન સાથે ‘એનિમલ’ અને ‘પુષ્પા’ જેવી સુપરહીટ ફિલ્મોમાં પોતાના અભિનય અને અંદાજથી જોરદાર પર્ફોર્મન્સ આપનારી અભિનેત્રી રશ્મિકા મંદાના પણ લીડ રોલમાં જોવા મળવાની છે. સલમાન ખાન અને રશ્મિકા મંદાના સ્ટારર ‘સિકંદર’ને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસ અને એ. આર. મુરુગડોસ ડિરેક્ટ કરવામાં કરવાના છે.
અભિનેત્રી રશ્મિકા મંદાના સાઉથની ફિલ્મોથી જ આખા દેશમાં પ્રસિદ્ધિ મેળવી હતી, અને તે બાદ રણબીર કપૂર સાથે ‘એનિમલ’ અને અલ્લુ અર્જુન સાથે ‘પુષ્પા’ જેવી ફિલ્મોમાં કામ કર્યા બાદ તો રશ્મિકા મંદાના બૉલિવૂડની ટોચની અભિનેત્રી બની ગઈ છે. ‘સિકંદર’ (Salman Khan Sikandar) સાથે પહેલી જ વખત સલમાન ખાન અને રશ્મિકા મંદાના ફિલ્મમાં જોવા મળવાના છે. જેથી દર્શકોને સલમાન અને રશ્મિકાની જોડી ગમશે કે નહીં તે બાબતે ફિલ્મની રીલીઝ પછી જ જાણવા મળશે.
ADVERTISEMENT
સલમાન અને રશ્મિકાની ‘સિકંદર’ની જાહેરાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રોડકશન હાઉસ દ્વારા કરવામાં આવી છે. `સિકંદર` સાથે સલમાન ખાન અને સાજિદ નડિયાદવાલા ફરી એક વખત સાથે કામ કરતાં જોવા મળવાના છે. આ અગાઉ પણ સલમાન ખાન અને નડિયાદવાલાએ ‘કિક’, ‘જુડવા’ અને ‘મુઝસે શાદી કરોગી’ જેવી અનેક બ્લોકબસ્ટર ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. તેમ જ ‘સિકંદર’ના ડિરેક્ટર મુરુગડોસ ‘ગજની’ અને ‘હોલીડે: અ સોલ્જર ઈઝ નેવર ઓફ ડ્યુટી’ જેવી ક્લાસિક સુપરહીટ ફિલ્મોને ડિરેક્ટ કરવા માટે જાણીતા છે. જેથી સલમાનનો ‘સિકંદર’માં ડિરેક્ટર એ. આર. મુરુગડોસનો શું જાદુઇ ટચ જોવા મળશે તે માટે લોકો આતુર છે.
View this post on Instagram
આ ફિલ્મને `સિકંદર` નામ આપવાથી આ ફિલ્મને લઈને પ્રેક્ષકોના મનમાં ઉત્તેજના અને ઉત્સુકતા જાગી છે. તેમ જ સલમાનની આ આગામી ફિલ્મે દરેકનું ધ્યાન પોતા તરફ ખેંચ્યું છે. તેમ જ આ ફિલ્મમાં શું નવું જોવા મળશે તે માટે લોકો ઉત્સુક છે. ઈદ 2025 (Salman Khan Sikandar)માં આ ફિલ્મ દેશભરના થિયેટરમાં રીલીઝ કરવામાં આવવાની છે. આ ફિલ્મની જાહેરાત સોશિયલ મીડિયા પર કરવામાં આવી હતી. ઇનસ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટમાં ‘વેલકમ ધ ફેબ્યુલસ’ એવું કેપ્શન આપીને રશ્મિકા મંદાના અને સલમાન ખાનને પણ ટેગ કરવામાં આવ્યા છે. આ પોસ્ટ સાથે સલમાન ખાન, રશ્મિકા મંદાના, ફિલ્મના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા અને ફિલ્મના ડિરેક્ટર એ. આર. મુરુગડોસની તસવીર મૂકવામાં આવી છે.