તેના કેસની ડિટેઇલ જણાવી બદનક્ષીનો કેસ ફાઇલ કરવા કરી વિનંતી
સમન્થાએ કોર્ટમાં શિલ્પા શેટ્ટીનું ઉદાહરણ આપ્યું
સમન્થા રૂથ પ્રભુએ શિલ્પા શેટ્ટી કુન્દ્રાનું ઉદાહરણ આપીને કોર્ટમાં કેસ ફાઇલ કરવાની વિનંતી કરી છે. સમન્થાના ડિવૉર્સ બાદ તેના વિશે યુટ્યુબ પર ઘણા ખોટા સમાચાર કહેવામાં આવી રહ્યા હતા. આ વિશે તેણે માનહાનિનો દાવો માંડ્યો હતો. કોર્ટે તેને કહ્યું હતું કે માનહાનિનો દાવો કરવા કરતાં તેમની પાસે માફી માગતી અરજી કરવી જોઈએ. જોકે સમન્થા હાર માનવાના મૂડમાં નથી. તેણે કોર્ટમાં શિલ્પા શેટ્ટી કુન્દ્રાનું ઉદાહરણ આપ્યું હતું. રાજ કુન્દ્રાની જ્યારે પૉર્નોગ્રાફીના કેસમાં અરેસ્ટ કરવામાં આવી હતી ત્યારે શિલ્પાને પણ એમાં ખેંચવામાં આવી હતી. જોકે શિલ્પાએ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈ પણ વ્યક્તિ તેના વિશે ખોટા સમચાર નહીં ફેલાવે. એ ઉદાહરણ આપી સમન્થાએ પણ તેના કેસને સ્વીકારવામાં આવે એવું જણાવ્યું છે.

