° °

આજનું ઇ-પેપર
Sunday, 01 August, 2021


બૅક ઑન સેટ

13 June, 2021 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં શાહરુખ અને દીપિકા રૉ એજન્ટના રોલમાં દેખાશે. તો ડિમ્પલ કાપડિયા તેમના ડિપાર્ટમેન્ટની હેડની ભૂમિકા ભજવશે. તે ૨૧ જૂનથી શૂટિંગ શરૂ કરશે.

બૅક ઑન સેટ

બૅક ઑન સેટ

શાહરુખ ખાને ગઈ કાલે ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને જાહેરાત કરી હતી કે તે પણ ફરી કામ તરફ વળી રહ્યો છે. તેણે તેનો બ્લૅક ઍન્ડ વાઇટ ફોટો શૅર કર્યો હતો. આ ફોટો શૅર કરતાં શાહરુખે કૅપ્શન આપી હતી, ‘લોકો કહે છે કે સમયને દિવસો, મહિના અને વધેલી દાઢી પર ગણવામાં આવે છે. મને લાગે છે કે દાઢી ટ્રીમ કરવાનો સમય આવી ગયો છે જેથી હું ફરી કામ પર જઈ શકું. થોડા ઘણા નૉર્મલમાં ફરી કામ શરૂ કરનાર તમામને હું શુભેચ્છા પાઠવું છું. સુરક્ષિત દિવસો અને મહિનાઓ તેમ જ તમારા કામ માટે શુભેચ્છા. દરેકને પ્રેમ.’ ‘ઝીરો’ બાદ શાહરુખ હવે ‘પઠાણ’માં દેખાવાનો છે. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે લૉકડાઉન લાગ્યું એ પહેલાં જ શરૂ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં શાહરુખ અને દીપિકા રૉ એજન્ટના રોલમાં દેખાશે. તો ડિમ્પલ કાપડિયા તેમના ડિપાર્ટમેન્ટની હેડની ભૂમિકા ભજવશે. તે ૨૧ જૂનથી શૂટિંગ શરૂ કરશે. તો સલમાન ખાન ટાઇગરના રોલમાં અને ‘વૉર’ના કબીરના રોલમાં હૃતિક રોશન નાનકડી ભૂમિકામાં દેખાશે. 

13 June, 2021 01:29 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

Porn film case: ફિલ્મમેકર હંસલ મેહતા આવ્યા શિલ્પા શેટ્ટીના સમર્થનમાં, કહ્યું ...

પોર્ન ફિલ્મ કેસ મામલે રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટીની ચિંતા વધી છે. આ દરમિયાન ફિલ્મમેકર હંસલ મેહતા શિલ્પા શેટ્ટીના સપોર્ટમાં આવ્યા છે.

31 July, 2021 06:27 IST | mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

‘લોકો પાસે કામ ન હોવાથી કંઈ પણ કમેન્ટ કરે છે’

સુનીલ પાલે કરેલી વાંધાજનક ટિપ્પણી વિશે જવાબ આપતાં આવું કહ્યું મનોજ બાજપાઈએ

31 July, 2021 04:38 IST | Mumbai | Agency
બૉલિવૂડ સમાચાર

પોતાના દરેક કૅરૅક્ટરમાંથી કંઈક ને કંઈક શીખી છે વિદ્યા બાલન

તમે એ વ્યક્તિનું જીવન દોઢ મહિનો કે પછી બે મહિના માટે જીવો છો અને તમે ખૂબ પહેલેથી જ તૈયારી કરતા હો છો. એથી હું હંમેશાં કોઈ એક કૅરૅક્ટર સાથે ચાર મહિનાઓ સુધી રહું છું.

31 July, 2021 04:34 IST | Mumbai | Agency

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK