શાહરુખ ખાન આજે દુનિયામાં બૉલીવુડના કિંગ તરીકે ઓળખાય છે. હાલમાં સોશ્યલ મીડિયામાં શાહરુખની હંસરાજ કૉલેજના દિવસોની જૂની માર્કશીટ વાઇરલ થઈ રહી છે જેના પરથી ખબર પડે છે કે અભ્યાસમાં પણ તે બ્રાઇટ સ્ટુડન્ટ હતો.
શાહરુખ ખાનની હંસરાજ કૉલેજની અર્થશાસ્ત્રની ડિગ્રી
શાહરુખ ખાન આજે દુનિયામાં બૉલીવુડના કિંગ તરીકે ઓળખાય છે. હાલમાં સોશ્યલ મીડિયામાં શાહરુખની હંસરાજ કૉલેજના દિવસોની જૂની માર્કશીટ વાઇરલ થઈ રહી છે જેના પરથી ખબર પડે છે કે અભ્યાસમાં પણ તે બ્રાઇટ સ્ટુડન્ટ હતો. આ વાઇરલ થયેલી માર્કશીટ પર શાહરુખની તસવીર છે. આ માર્કશીટ ૧૯૮૫-’૮૮ની હોવાનું કહેવાય છે જેમાં લખ્યું છે કે શાહરુખે પોતાના એક ઇલેક્ટિવ વિષય અર્થશાસ્ત્રમાં ૯૨ માર્ક મેળવ્યા હતા. અંગ્રેજીમાં તેને ૫૧ માર્ક મળ્યા હતા અને ગણિત તથા ભૌતિકશાસ્ત્રમાં ૭૮-૭૮ માર્ક મળ્યા હતા.
હંસરાજ કૉલેજમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ શાહરુખે જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે વધુ અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ થિયેટર અને ટીવીમાં તેના વધતા રસને કારણે તે ધીમે-ધીમે અભિનયની દુનિયામાં ખેંચાયો અને એ જ માર્ગે ચાલીને તે બૉલીવુડનો સુપરસ્ટાર બની ગયો.શાહરુખ ખાન આજે દુનિયામાં બૉલીવુડના કિંગ તરીકે ઓળખાય છે. હાલમાં સોશ્યલ મીડિયામાં શાહરુખની હંસરાજ કૉલેજના દિવસોની જૂની માર્કશીટ વાઇરલ થઈ રહી છે જેના પરથી ખબર પડે છે કે અભ્યાસમાં પણ તે બ્રાઇટ સ્ટુડન્ટ હતો. આ વાઇરલ થયેલી માર્કશીટ પર શાહરુખની તસવીર છે. આ માર્કશીટ ૧૯૮૫-’૮૮ની હોવાનું કહેવાય છે જેમાં લખ્યું છે કે શાહરુખે પોતાના એક ઇલેક્ટિવ વિષય અર્થશાસ્ત્રમાં ૯૨ માર્ક મેળવ્યા હતા. અંગ્રેજીમાં તેને ૫૧ માર્ક મળ્યા હતા અને ગણિત તથા ભૌતિકશાસ્ત્રમાં ૭૮-૭૮ માર્ક મળ્યા હતા.
હંસરાજ કૉલેજમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી પૂર્ણ કર્યા બાદ શાહરુખે જામિયા મિલિયા ઇસ્લામિયા ખાતે વધુ અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ થિયેટર અને ટીવીમાં તેના વધતા રસને કારણે તે ધીમે-ધીમે અભિનયની દુનિયામાં ખેંચાયો અને એ જ માર્ગે ચાલીને તે બૉલીવુડનો સુપરસ્ટાર બની ગયો.


