Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઇમપાસ : 1942 : અ લવ સ્ટોરી માટે પહેલી ચૉઇસ હતો શાહરુખ અને વધુ સમાચાર

ટોટલ ટાઇમપાસ : 1942 : અ લવ સ્ટોરી માટે પહેલી ચૉઇસ હતો શાહરુખ અને વધુ સમાચાર

07 May, 2024 06:14 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧૯૯૪માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનિલ કપૂર સાથે મનીષા કોઇરાલા લીડ રોલમાં હતી , ખુશી કપૂર કહેવાતા બૉયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે ફિલ્મ માટે મળી ઝોયા અખ્તરને?

શાહ રૂખ ખાન

શાહ રૂખ ખાન


વિધુ વિનોદ ચોપડાની ‘1942 : અ લવ સ્ટોરી’ માટે અનિલ કપૂર નહીં, પરંતુ શાહરુખ ખાન પહેલી ચૉઇસ હતો. ૧૯૯૪માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં અનિલ કપૂર સાથે મનીષા કોઇરાલા લીડ રોલમાં હતી. શાહરુખ વિશે વિધુ વિનોદ ચોપડા કહે છે, ‘મેં શાહરુખનું કામ જોયું હતું. હું જ્યારે ‘1942 : અ લવ સ્ટોરી’ બનાવી રહ્યો હતો ત્યારે મેં એ  ફિલ્મ શાહરુખને ઑફર કરી હતી.’ 

ગોલ્ડન ગર્લ જાહ્નવી

જાહ્નવી કપૂરે હાલમાં તેનો ફોટો શૅર કર્યો છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને જાહ્નવીએ કૅપ્શન આપી હતી, ‘ઈડન ગાર્ડનમાં...’

વિશ્વના એકમાત્ર બ્રહ્માના મંદિરે અક્ષય

અક્ષયકુમાર રવિવારે રાજસ્થાનના પુષ્કરમાં આવેલા જગતપિતા બ્રહ્માના મંદિરે ગયો હતો. આ મંદિર વિશ્વભરમાં ફક્ત એક જ જગ્યાએ છે. તેની ‘જૉલી LLB 3’નું શૂટિંગ અજમેરમાં શરૂ કરવામાં આવ્યું છે એથી ભગવાનના આશીર્વાદ લેવા તે મંદિર ગયો હતો. આ ફિલ્મમાં તેની સાથે અર્શદ વારસી પણ જોવા મળશે.

ખુશી કપૂર કહેવાતા બૉયફ્રેન્ડ વેદાંગ રૈના સાથે ફિલ્મ માટે મળી ઝોયા અખ્તરને?

ખુશી કપૂર અને તેનો કહેવાતો બૉયફ્રેન્ડ વેદાંગ રૈના રવિવારે મોડી રાતે ઝોયા અખ્તરના બાંદરાના ઘરેથી બહાર નીકળતાં જોવા મળ્યાં હતાં. ખુશી અને વેદાંગે ‘ધ આર્ચીઝ’ દ્વારા ઍક્ટિંગમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મના સેટ પર જ તેમની વચ્ચે નિકટતા વધી હતી. આ બન્ને અનેક વખત સાથે જોવા મળ્યાં હતાં. જોકે તેમણે પોતાના રિલેશનને કદી જાહેર નથી કર્યું. ‘ધ આર્ચીઝ’ બાદ ફરી તેઓ સાથે કામ કરશે કે નહીં એ વિશે ચર્ચા ચાલી રહી છે. ઝોયાને મળ્યાં હોવાથી તેની ફિલ્મમાં ફરી કામ કરશે એવી અટકળો જોરશોરથી ચાલી રહી છે.





Whatsapp-channel Whatsapp-channel

07 May, 2024 06:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK