શાહિદ કપૂરે ઓ રોમિયોની રિલીઝ પહેલાં સોશ્યલ મીડિયામાં ડિરેક્ટર વિશાલ ભારદ્વાજનો પાડ માન્યો
શાહિદે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘એક અભિનેતા તરીકે મારા તરફથી વિશાલ ભારદ્વાજનો ‘ઓ રોમિયો’ માટે આભાર
શાહિદ કપૂરની આગામી ફિલ્મ ‘ઓ રોમિયો’ આવતી કાલે રિલીઝ થવાની છે. હવે ફિલ્મની રિલીઝને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે શાહિદે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં ફિલ્મના ડિરેક્ટર વિશાલ ભારદ્વાજ સાથેની એક બ્લૅક ઍન્ડ વાઇટ તસવીર શૅર કરીને આ ફિલ્મમાં તેને સાઇન કરવા માટે આભાર માન્યો છે. શાહિદે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘એક અભિનેતા તરીકે મારા તરફથી વિશાલ ભારદ્વાજનો ‘ઓ રોમિયો’ માટે આભાર. મારા માટે એક વધુ એવું પાત્ર જે મારી ફિલ્મોગ્રાફીમાં હંમેશ માટે નોંધાઈ ગયું છે. મને બહુ ગર્વ છે, હું ખૂબ ખુશ છું અને આભારી છું.’
‘ઓ રોમિયો’માં શાહિદ કપૂર અને વિશાલ ભારદ્વાજ ૮ વર્ષ પછી ફરી સાથે કામ કરી રહ્યા છે. આ બન્નેએ પહેલાં ‘કમીને’, ‘હૈદર’ અને છેલ્લે ૨૦૧૭માં ‘રંગૂન’માં સાથે કામ કર્યું હતું.


