શાહિદ કપૂર હાલમાં વિશાલ ભારદ્વાજની આવનારી ફિલ્મ ‘ઓ રોમિયો’ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે એક પ્રમોશનલ ઇન્ટરવ્યુ દરમ્યાન શાહિદને તેની ફિલ્મ ‘કબીર સિંહ’ અને રણબીર કપૂરની ‘ઍનિમલ પાર્ક’ વચ્ચે સંભવિત ક્રૉસઓવર સવાલ કરવામાં આવ્યો હતો.
ઍનિમલ પાર્કમાં જોવા મળશે કબીર સિંહ?
શાહિદ કપૂર હાલમાં વિશાલ ભારદ્વાજની આવનારી ફિલ્મ ‘ઓ રોમિયો’ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે એક પ્રમોશનલ ઇન્ટરવ્યુ દરમ્યાન શાહિદને તેની ફિલ્મ ‘કબીર સિંહ’ અને રણબીર કપૂરની ‘ઍનિમલ પાર્ક’ વચ્ચે સંભવિત ક્રૉસઓવર સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલનો જવાબ આપતાં શાહિદે ખુલાસો કર્યો હતો કે ‘જ્યારે ‘ઍનિમલ’ બની રહી હતી ત્યારે ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ તેનો સંપર્ક કર્યો હતો. સંદીપ રેડ્ડી વાંગા ઇચ્છતા હતા કે કબીર સિંહનો એક નાનો કૅમિયો ‘ઍનિમલ’માં સામેલ કરવામાં આવે. જોકે એ સમયે ડેટ્સની સમસ્યાને કારણે આ શક્ય બની શક્યું નહીં.’
‘ઍનિમલ’ની સીક્વલ ‘ઍનિમલ પાર્ક’માં ‘કબીર સિંહ’ના કૅમિયો વિશે વાત કરતાં શાહિદે કહ્યું હતું કે ‘‘કબીર સિંહ’ અને ‘ઍનિમલ’ બન્ને પાત્રો સંદીપ રેડ્ડી વાંગાનાં સર્જન છે. એથી ભવિષ્યમાં જો કોઈ ક્રૉસઓવર થાય તો એ સંપૂર્ણપણે ડિરેક્ટરના વિઝન પર આધાર રાખશે. આ બન્ને પાત્રો તેમની દુનિયાનાં છે અને એટલે તેમના વિશે તેઓ જ નિર્ણય લઈ શકે છે.’
