Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ICFએ બનાવી પહેલી આખી ૧૫ ડબ્બાની રેક

ICFએ બનાવી પહેલી આખી ૧૫ ડબ્બાની રેક

Published : 21 February, 2026 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બન્ને ૧૫ ડબ્બાની નવી રેક અત્યારે વેસ્ટર્ન રેલવેમાં દોડતી ૧૨ ડબ્બાની રેકને બદલે દોડાવવામાં આ‍વશે

ICFએ તૈયાર કરેલી પહેલી ૧૫ ડબ્બાની રેક મુંબઈ આવવા માટે રવાના થઈ ગઈ છે

ICFએ તૈયાર કરેલી પહેલી ૧૫ ડબ્બાની રેક મુંબઈ આવવા માટે રવાના થઈ ગઈ છે


ચેન્નઈની ઇન્ટિગ્રલ કોચ ફૅક્ટરી (ICF)માં બનેલી પહેલી ૧૫ ડબ્બાની રેક ટૂંક સમયમાં વેસ્ટર્ન રેલવેની લોકલ ટ્રેનના કાફલામાં જોડાશે. અત્યાર સુધી વેસ્ટર્ન રેલવેમાં દોડતી ૧૫ ડબ્બાની ટ્રેન ખરેખર ૧૨ ડબ્બાની જ હોય છે, જેમાં બીજા ૩ ડબ્બા જોડીને ૧૫ ડબ્બાની રેક બનાવવામાં આવતી હતી. હવે ICFએ તૈયાર કરેલી પહેલી ૧૫ ડબ્બાની રેક મુંબઈ આવવા માટે રવાના થઈ ગઈ છે. આ રેક ૭૫૫૫ મુસાફરોની ક્ષમતા ધરાવે છે એટલે ૧૨ ડબ્બાની રેક કરતાં પચીસ ટકા વધુ મુસાફરો લાભ લેશે. આ નૉન-ઍરકન્ડિશન્ડ રેકની ડિઝાઇન એવી છે કે હવાની સારી અવરજવર રહેવાથી ભીડના સમયે પણ મુસાફરોને ગૂંગળામણ અનુભવાશે નહીં. બીજી ૧૫ ડબ્બાની રેક પણ ફેબ્રુઆરીના અંત સુધીમાં મુંબઈ પહોંચશે. બન્ને ૧૫ ડબ્બાની નવી રેક અત્યારે વેસ્ટર્ન રેલવેમાં દોડતી ૧૨ ડબ્બાની રેકને બદલે દોડાવવામાં આ‍વશે. એક રેક ૧૫ ડબ્બાની થાય તો ટ્રેનની ૨૦થી બાવીસ ફેરી ૧૫ ડબ્બાની થઈ જાય. આ રીતે ભવિષ્યમાં ૧૫ ડબ્બાની રેકની ૨૪૦ ફેરી વધારવાનું પ્લાનિંગ છે. એ માટે વિલે પાર્લે, ખાર રોડ અને બાંદરાના પ્લૅટફૉર્મની લંબાઈ વધારવાનું કામ પણ ચાલી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

21 February, 2026 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK