દીપેશ શર્મા સાથેની કેમિસ્ટ્રીની શરૂ થયેલી ચર્ચા પછી જોકે ઍક્ટ્રેસે કહ્યું કે હું સિંગલ છું અને પીસફુલ છું
શમિતા શેટ્ટી દીપેશ શર્મા સાથે
શમિતા શેટ્ટીએ બીજી ફેબ્રુઆરીએ પોતાની ૪૭મી વર્ષગાંઠ સેલિબ્રેટ કરી હતી. શમિતાના આ બર્થ-ડે સેલિબ્રેશનમાં ટેક્નો-આર્ટિસ્ટ અને બિઝનેસમૅન દીપેશ શર્માએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. દીપેશે સોશ્યલ મીડિયામાં શમિતાને પ્રેમભર્યા અંદાજમાં જે રીતે શુભેચ્છા પાઠવી છે એને જોઈને દીપેશ અને શમિતા વચ્ચે પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. શમિતાને બર્થ-ડે વિશ કરતી પોસ્ટમાં દીપેશે લખ્યું છે, ‘હૅપી બર્થ-ડે મારા ચહેરા પર હંમેશાં રહેતા હાસ્યનું કારણ, જેને મારી બધી વાતોની ખબર છે અને છતાં પણ મારી સાથે છે. લવ યુ માય શમ્સ્ટર.’
દીપેશની આ પોસ્ટ પર શમિતાએ ‘Awww’ લખીને રેડ હાર્ટ ઇમોજી સાથે કમેન્ટ કરી છે. આ કમેન્ટ બાદ બન્નેના સંબંધને લઈને ચાહકોમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શમિતા દીપેશને ડેટ કરી રહી છે અને તેમની નિકટતાના પુરાવા જેવી તસવીરો આ વાતને ટેકો આપે છે. જોકે શમિતાએ આ મામલે સ્પષ્ટતા કરી છે કે તે સિંગલ છે. શમિતાએ પોતાના સોશ્યલ મીડિયામાં સ્ટોરી નાખીને આ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. શમિતાએ પોતાની પોસ્ટમાં કહ્યું છે, ‘સિંગલ અને પીસફુલ. સાચી મિત્રતાને ખોટા અર્થમાં રજૂ કરવાનું બંધ કરો. આ સંપૂર્ણ બકવાસ છે.’
ADVERTISEMENT
શમિતા અગાઉ ઍક્ટર રાકેશ બાપટને ડેટ કરી રહી હતી. બન્નેની મુલાકાત અને પ્રેમ બિગ બૉસ OTT દરમયાન થયો હતો, પરંતુ ૨૦૨૨માં બન્ને અલગ થઈ ગયાં હતાં.
કોણ છે દીપેશ શર્મા?
દીપેશ શર્મા એક જાણીતો ટેક્નો મ્યુઝિક-આર્ટિસ્ટ અને બિઝનેસમૅન છે. તે મુંબઈના ફેમસ નાઇટલાઇફ સ્થળ ‘મિલાગ્રો’ અને ‘ધ કોકટેલ રૂમ’ના સહસ્થાપક તરીકે ઓળખાય છે. તે ગોવામાં આવેલા ‘ક્રૉનિકલ બીચ ક્લબ’નો માલિક પણ છે. દીપેશ સોશ્યલ મીડિયામાં સંજય દત્ત અને સોનાક્ષી સિંહા જેવાં સ્ટાર્સને ફૉલો કરે છે અને એના પરની તસવીરો પરથી જાણવા મળે છે કે દીપેશ અને સંજય દત્ત વચ્ચે સારું બૉન્ડિંગ છે.


