Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Sherlyn Chopraએ રાજ કુન્દ્રા અને શિલ્પા પર માનસિક ત્રાસનો આક્ષેપ કરી માગ્યા 75 કરોડ

Sherlyn Chopraએ રાજ કુન્દ્રા અને શિલ્પા પર માનસિક ત્રાસનો આક્ષેપ કરી માગ્યા 75 કરોડ

28 October, 2021 12:43 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

શર્લિન ચોપરાએ કહ્યું કે રાજ અને શિલ્પાએ અન્ડરવર્લ્ડ દ્વારા મને ધમકી અપાવી છે.

શર્લિન ચોપરા

શર્લિન ચોપરા


પોર્ન ફિલ્મ મામલે જામીન પર છુટ્યા બાદ રાજ કુન્દ્રા (Raj kundra)અને શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)એ અભિનેત્રી શર્લિન ચોપરા (Sherlyn chopra) પર 50 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. તાજેતરમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પર આક્ષેપ કરતાં અભિનેત્રી શર્લિન ચોપરાએ ખુલાસો કર્યો છે કે તેણીએ આ મામલે મુંબઈ હાઈકોર્ટ (Bombay High court)માં આગોતરા જામીન માટે અપીલ કરી છે, જેની સુનાવણી 17 નવેમ્બરના રોજ કરવામાં આવશે. 

હવે શર્લિન ચોપરાએ શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા પર આક્ષેપો કર્યા છે. શર્લિન ચોપરાએ આક્ષેપ કરતાં કહ્યું શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રાએ તેણીને અન્ડરવર્લ્ડ દ્વારા ધમકી અપાવી છે. અભિનેત્રી શર્લિને આ અંગે પોલીસને પોતાનું નિવેદન નોંધવા અપીલ કરી છે. આ સંદર્ભે વાત કરતાં શર્લિન ચોપરાએ કહ્યું, ` રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીએ મને ધમકી આપી છે. તેઓએ મને અન્ડરવર્લ્ડ દ્વારા પણ ધમકી અપાવી છે. હવે તેઓએ મને માનહાની મામલે નોટિસ મોકલી છે, પરંતુ એનાથી હું ડરવાની નથી.  હું પોલીને અપીલ કરું છું તે મારુ નિવેદન નોંધે, જેથી આ મામલે આગળ કાર્યવાહી કરી શકાય. મેં 75 કરોડ રૂપિયાનો માનસિક ઉત્પીડન કરવાનો કેસ કર્યો છે.`




શર્લિન ચોપરા કહે છે, `અહીં હું મારી નોટિસના જવાબના પહેલા અને છેલ્લા પેજનો ફોટો આપી રહી છું. મારી ટીમે 23 ઓક્ટોબર 2021ના રોજ માનહાનિ કેસમાં રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી કુન્દ્રાને જવાબ આપ્યો છે.` શર્લિન ચોપરાએ તેના જવાબમાં એવું કહેવામાં આવ્યું છે કે અવાજ ઉઠાવવા માટે સ્ત્રીને સજા અથવા દુર્વ્યવહાર કરી શકાતો નથી. સ્ત્રીને તેના સ્વાભિમાનની રક્ષા કરવાનો સંપૂર્ણ અધિકાર છે.


શર્લિન ચોપરા એક ફિલ્મ અભિનેત્રી છે.તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.તેની ફિલ્મોને ખૂબ પસંદ કરવામાં આવી છે.હકીકતમાં, શર્લિન ચોપરાએ રાજ કુંદ્રા ફોન પોર્ન ફિલ્મ કેસમાં સક્રિયતા દાખવતા રાજ કુંદ્રા પર ઘણા આરોપો લગાવ્યા હતા.જેની નોંધ લેતા રાજ કુન્દ્રાએ શર્લિન ચોપરા સામે માનહાનિનો કેસ પણ દાખલ કર્યો છે.

Whatsapp-channel Whatsapp-channel

28 October, 2021 12:43 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK