શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ છે જેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે
શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાની ફાઇલ તસવીર
ઍક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેના પતિ રાજ કુંદ્રાએ બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી દાખલ કરીને લંડન જવાની પરવાનગી આપવાની વિનંતી કરી છે. આ અરજીમાં તેમણે જણાવ્યું છે કે રાજ કુંદ્રાના પપ્પાની તબિયત બગડી રહી છે; તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે એટલે અમારું લંડન જવું જરૂરી છે. શિલ્પા અને રાજે મુંબઈ પોલીસ દ્વારા જારી કરાયેલો લુક આઉટ સર્ક્યુલર રદ કરવાની માગણી પણ કરી છે. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પર ૬૦ કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપ છે જેની તપાસ મુંબઈ પોલીસ કરી રહી છે. આ તપાસને કારણે જ તેમને દેશ છોડવાની પરવાનગી મળતી નથી.


