Gujarat ATS: જે બે શંકામંદોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક ગોવામાં ભારતીય સેનામાં સુબેદાર મેજર અજય કુમાર સિંહ છે અને દાદરા અને નગર હવેલીના રશ્માની પાલ છે. આમાં હજી કોઈ વ્યક્તિઓ જોડાયેલા છે કે કેમ તે અંગે પણ ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS) દ્વારા બહુ જ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમ દ્વારા આજે ગુરુવારે જાસૂસી કરવાના આરોપમાં એક મહિલા અને એક સૈન્યકર્મી સહિત બે લોકોને દબોચી લઈને મોટી કાર્યવાહી કરી છે. જે બન્ને જણની ધરપકડ કરવામાં આવી છે એ બન્ને પાકિસ્તાન સ્થિત હેન્ડલર્સને ગુપ્ત ઇન્ફર્મેશન પહોંચાડતા હતા. આ મામલે વધારે તપાસ શરુ કરી દેવામાં આવી છે. આ લોકો કઈ રીતે ગુપ્ત માહિતી પાકિસ્તાનમાં પહોંચાડતા હતા તે અંગેની તપાસ ચાલી રહી છે. જે બે શંકામંદોની ધરપકડ કરવામાં આવી છે તેમાં એક ગોવામાં ભારતીય સેનામાં સુબેદાર મેજર અજય કુમાર સિંહ છે અને દાદરા અને નગર હવેલીના રશ્માની પાલ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે બંને શંકાસ્પદ લોકોની ધરપકડ કરવામાં આવી છે તે બન્ને પાકિસ્તાની અધિકારીઓના સંપર્કમાં હતા અને દેશની ગુપ્ત માહિતી અને દસ્તાવેજો ત્યાં શેર કરતા હતા.
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (Gujarat ATS) દ્વારા આજે એક મેજર કહી શકાય એવા જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કરી લેવામાં આવ્યો છે અને પાકિસ્તાની ગુપ્તચર ઓપરેટિવ્સને સેન્સિટીવ, સુરક્ષા સંબંધિત માહિતી કથિત રીતે લીક કરવા બદલ બે વ્યક્તિઓને દબોચી લેવાયા છે. આ બે જણમાં એક મહિલા અને એક રિટાયર્ડ સૈન્ય અધિકારી છે. માહિતી અનુસાર માહિતીને આધારે આ બન્ને શકમંદોની ધરપકડ કરવા માટે ઓપરેશન ચલાવવામાં આવું હતું. એ જ ઓપરેશનમાં બે અલગ-અલગ સ્થળોએથી આ બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા જાસૂસ તરીકે ઓળખાતી રશ્મીન રવિન્દ્ર પાલને દમણથી અટકાયતમાં (Gujarat ATS) લેવામાં આવી હતી. અને ભારતીય સેનાના ભૂતપૂર્વ સુબેદાર એ. કે. સિંહને ગોવામાંથી પકડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
Gujarat ATS: પ્રાઈમરી ઈન્વેસ્ટિગેશનમાં જાણવા મળ્યું હતું કે આ બંને તેમના ગુપ્તચર સંચાલકોને એટલે કે જે પાકિસ્તાનમાં છે તેમની સાથે સીધા સંપર્કમાં હતા અને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં પણ સામેલ હતા. આ બન્ને જણા પર પાકિસ્તાની કાર્યકર્તાઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો અને જાસૂસી નેટવર્કના ભાગરૂપે ચેનલ ફંડ્સમાં મદદ કરવાનો સુદ્ધા આરોપ મૂકવામાં આવ્યો છે. આ સંદર્ભે અધિકારીઓએ જણાવ્યું હતું કે આ બન્ને જણ સેન્સેટીવ માહિતીને ભેગી કરીને દુશ્મન દેશને આપતા હતા. તમને જણાવી દઈએ કે ગુજરાત એટીએસ દ્વારા હવે આ મોટા નેટવર્કની વધુ તપાસ કરવામાં આવી રહી છે. આમાં હજી કોઈ વ્યક્તિઓ જોડાયેલા છે કે કેમ તે અંગે પણ ઊંડાણથી તપાસ કરવામાં આવી રહી છે.
આ જ સંદર્ભે આગળ વાત કરીએ તો હરિયાણા પોલીસે પણ પાકિસ્તાનના ઇન્ટર-સર્વિસીસ ઇન્ટેલિજન્સ (આઇએસઆઇ) સાથે શંકાસ્પદ કનેક્શન ધરાવનારા બદલ નુહ જિલ્લાના વકીલ રિઝવાનની ધરપકડ કરી હતી તેના પર માત્ર જાસૂસી કરવાનો જ નહીં પરંતુ ભારતમાં આતંકવાદી કામગીરીને ટેકો આપવા માટે મોટા પાયે હવાલા વ્યવહારોને (Gujarat ATS) સરળ બનાવવાનો પણ આરોપ છે.


