શ્રદ્ધા કપૂર છેલ્લા કેટલાક સમયથી તેની બૉટોક્સ સર્જરીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં શ્રદ્ધાએ જ્યારે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે તેની વાઇરલ થયેલી તસવીરોમાં તેના ચહેરામાં થયેલા ફેરફાર સ્પષ્ટ નજરે ચડે છે.
શ્રદ્ધા કપૂર
શ્રદ્ધા કપૂર છેલ્લા કેટલાક સમયથી તેની બૉટોક્સ સર્જરીને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં શ્રદ્ધાએ જ્યારે એક કાર્યક્રમમાં હાજરી આપી હતી ત્યારે તેની વાઇરલ થયેલી તસવીરોમાં તેના ચહેરામાં થયેલા ફેરફાર સ્પષ્ટ નજરે ચડે છે. શ્રદ્ધાની અત્યારની તસવીર અને જૂની તસવીરની સરખામણી કરીએ તો બન્ને વચ્ચેનો તફાવત તરત જ ખબર પડી જાય છે. આ ફેરફારને કારણે ચર્ચા ચાલી છે કે શ્રદ્ધાએ પણ અન્ય ઍક્ટ્રેસની જેમ સુંદરતા જાળવી રાખવા માટે બૉટોક્સની મદદ લીધી છે. બૉટોક્સને કારણે શ્રદ્ધાનો ચહેરો થોડો ખેંચાયેલો લાગે છે અને તેની બ્યુટીને એનાથી ગ્રહણ લાગી ગયું છે. જોકે ભલે સોશ્યલ મીડિયામાં શ્રદ્ધાના બૉટોક્સની ચર્ચા હોય પણ તેણે હજી એ વાતનો સ્વીકાર નથી કર્યો.

