Gujarat Samachar Smruti Shah No More: તેઓ તેમની અદભૂત નિર્ણયક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાને કારણે જાણીતાં બન્યાં હતાં. આજે તેમની અંતિમયાત્રા નીકળશે.
સ્મૃતિ શાહ
Gujarat Samachar Smruti Shah No More: જાણીતું ગુજરાતી અખબાર ગુજરાત સમાચારનાં ડિરેક્ટર સ્મૃતિબેન શાહનું ગઇકાલે સાંજે અવસાન થયું છે. તેઓનું નામ ગુજરાતી પત્રકારત્વનાં સંચાલક મંડળમાં ખૂબ જ આદરપૂર્વક લેવાય છે. ગુજરાત સમાચાર સાથે જોડાયેલાં સ્મૃતિ શાહ તેમની અદભૂત નિર્ણયક્ષમતા અને મેનેજમેન્ટ કુશળતાને કારણે જાણીતાં બન્યાં હતાં. ગુજરાત સમાચાર દ્વારા મહિલા સાપ્તાહિક `શ્રી` શરૂ કરીને જાણે સ્મૃતિબહેને ગુજરાતી લેખિકાઓને નવી દિશા અને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. ગુજરાત સમાચારના મેનેજિંગ તંત્રી શ્રેયાંસભાઈ શાહનાં ધર્મપત્ની તરીકે પણ તેઓએ જિંદગીભર આદર્શ ભૂમિકા અદા કરી.
ગઇકાલે સાંજે તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતી અખબારી સંચાલકોમાં એક નારી તરીકે તેઓએ ઉજ્જવળ કામગીરી બજાવી છે. તે હંમેશને માટે યાદ રાખવામાં આવશે. સ્મૃતિબહેને (Gujarat Samachar Smruti Shah No More) સતત ગુજરાત સમાચારના મેનેજમેન્ટમાં ભાગ લઈ વ્યવસ્થાપન વિદ્યા અને આધુનિક પ્રણાલિકા તેઓએ પોતાની આત્મસુઝથી વિકસાવી હતી. આ સાથે જ તેઓએ નવી પેઢીનાં પત્રકારોનાં ઘડતરમાં બહુ જ અમૂલ્ય ફાળો આપ્યો છે.
ADVERTISEMENT
આ સાથે જ તેઓ કલાપ્રેમી પણ હતાં. SCC એટલે કે (સ્મૃતિ શાહ કલ્ચરલ સેન્ટર) કે જેને કળા સ્મૃતિ તરીકે પણ ઓળખ મળી છે તેની વાત કરવામાં આવે તો તેની સ્થાપના પણ સ્મૃતિ શાહને જ આભારી છે. આ કળાસ્મૃતિની વિગતે વાત કરવામાં આવે તો આ પ્લેટફોર્મ થકી ગુજરાતની સર્જક પ્રતિભાઓને મંચ મળી રહ્યું છે. જેમાં જૂની પેઢીના અનુભવ લઈને આજની તરોતાજા નવી પેઢી ઊર્જાવાન બને તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત નાટક, અભિનય, નૃત્ય, સંગીત, ગાયન, વાદન, સાહિત્ય, ભાષા જેવા નવરસની અભિવ્યક્તિના બધા જ આયામોને અવકાશ મળી રહે છે. શ્રેષ્ઠ પ્રોજેક્ટ્સ, ફેસ્ટિવલ્સ, ઇવેન્ટ્સના આયોજનો સાથે અફલાતૂન કાર્યક્રમો થકી નવા જ યુવા ઓડિયન્સનું ઘડતર કરવાનું કામ સ્મૃતિ શાહ કલ્ચરલ સેન્ટર (Gujarat Samachar Smruti Shah No More) કે કળાસ્મૃતિને જ આભારી કહી શકાય.
સ્મૃતિ શાહ (Gujarat Samachar Smruti Shah No More)ની વિદાય પર પરેશ ઠક્કર લખે છે કે, “અમારી સ્ટાફની વાત કરીએ તો અમે એમને ભાભી કહેતા. ઉંમરમાં મોટા, પણ વર્ષોથી સ્ટાફના લોકો એમને ભાભી જ કહે. નવો સ્ટાફ આવે એટલે સૌ એ નામથી જ સંબોધન કરે. તેઓ એવા તટસ્થ વ્યક્તિત્વ ધરાવતા કે જેઓએ હંમેશા પોતાના કરતાં પહેલાં વાચકનો વિચાર કરતાં. કદાચ સ્ટાફની વાત પહેલાં ના સાંભળે પણ વાચકને ક્યારેય દુઃખ ન થવા દે. તેવો એમનો સ્વબહવ હતો. રાત્રે પેપરની હેડલાઇન વાંચીને સુવાનું, ક્યારેય કોઈ દિવસ ધંધામાં કોઈની જોડે સ્પર્ધા નહીં કરવાની, ઘણા વર્ષો સુધી ઓફિસની પ્રિમાઈસીસમાં જ ઉપર ઘર બનાવેલું ત્યાં જ રહેવાનું, કદાચ રાત્રે નિંદર ન આવે તો નીચે આંટો મારવા આવી જતા, આમ એવુ કહેવાય કે તેઓ એકદમ ચોખ્ખા દિલવાળા હતાં”
સ્મૃતિ શાહની અંતિમ યાત્રા આજે શુક્રવારને રોજ સવારે ૮.૩૦ વાગે જી.એસ.ટી.વી. હાઉસ, ઇસ્કોન મંદિરની બાજુમાંથી નીકળશે અને ત્યાંથી થલતેજ સ્મશાનગૃહ ખાતે જશે.

