Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ૪૦ વર્ષની શ્રુતિ હાસન હવે કોઈ પણ ભોગે મમ્મી બનવા તૈયાર

૪૦ વર્ષની શ્રુતિ હાસન હવે કોઈ પણ ભોગે મમ્મી બનવા તૈયાર

Published : 22 September, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શ્રુતિ હાસને 40 વર્ષની ઉંમરે માતૃત્વની ઇચ્છા વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે ભવિષ્યમાં મમ્મી બનવા માટે તે બાળક દત્તક લેવા માટે પણ તૈયાર છે. તેણે પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ અને એગ-ફ્રીઝિંગ અંગે પણ વાત કરી.

 શ્રુતિ હાસન

શ્રુતિ હાસન


શ્રુતિ હાસને ૪૦ વર્ષની ઉંમરે માતૃત્વને લઈને પોતાની ઇચ્છા વિશે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મમ્મી બનવા માટે તે ભવિષ્યમાં બાળક દત્તક લેવા માટે પણ તૈયાર છે. એક પૉડકાસ્ટમાં પોતાની સમસ્યા વિશે વાત કરતાં શ્રુતિએ કહ્યું હતું કે ‘લગભગ ૧૪ વર્ષની ઉંમરથી એવું કહેવામાં આવતું હતું કે મને પૉલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રૉમ હોવાથી મારા માટે પ્રેગ્નન્સી મુશ્કેલ બની શકે છે. મને સતત એવું કહેવામાં આવતું હતું કે મારે મમ્મી બનવાનો વિચાર પડતો મૂકવો જોઈએ, કારણ કે મારા માટે આ મુશ્કેલ બની શકે છે. હું જ્યારે ડૉક્ટરને મળી ત્યારે તેમને ‘બાયોલૉજિકલ ક્લૉક’ને લઈને ડરાવવાને બદલે મમ્મી બનવા માટેના તમામ વિકલ્પો વિશે સમજાવવામાં આવ્યું. એ સમયે હું આના માટે તૈયાર નહોતી પણ આમ છતાં ડૉક્ટરે મને ભવિષ્યમાં માતૃત્વને લઈને ઉપલબ્ધ વિવિધ વિકલ્પોની જાણકારી આપી. મારા ગાયનેકોલૉજિસ્ટે મને એગ-ફ્રીઝિંગનો વિકલ્પ પણ જણાવ્યો હતો. જોકે તેમણે કહ્યું કે એગ-ફ્રીઝિંગ સરળ પ્રક્રિયા નથી અને એ શારીરિક, માનસિક તથા આર્થિક રીતે થકવી નાખનારી હોઈ શકે છે. ડૉક્ટરે તેમને સમજાવ્યું હતું કે જ્યારે પણ હું મમ્મી બનવા તૈયાર હોઈશ ત્યારે મારા માટે એ શક્ય હશે. હું હવે મમ્મી બનવા તૈયાર છું અને એ માટે બાળક દત્તક લેવામાં પણ મને કોઈ સમસ્યા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK