Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આજે પણ હું સંઘર્ષના દિવસો ભૂલી નથી

આજે પણ હું સંઘર્ષના દિવસો ભૂલી નથી

Published : 22 September, 2026 01:24 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કરીઅરની શરૂઆત યાદ કરીને તારા સુતરિયાએ ફિલ્મોમાંથી કાઢી મૂકવાના અનુભવ વિશે વાત કરી

તારા સુતરિયા

તારા સુતરિયા


તારા સુતરિયાએ અત્યારે તો બૉલીવુડમાં મજબૂત સ્થાન બનાવ્યું છે પણ તેણે પોતાની કરીઅરના શરૂઆતના દિવસોમાં ભારે સંઘર્ષનો સામનો કર્યો હતો. પોતાના આ દિવસોની વાત કરતાં તારાએ જણાવ્યું હતું કે ‘કરીઅરની શરૂઆતના દિવસોમાં હું એક ફિલ્મ કરવાની હતી. એ દરમ્યાન મને ખબર પડી કે હું હવે એ ફિલ્મમાં નથી અને કોઈ બીજું એ ફિલ્મ કરી રહ્યુંુ છે. જે રીતે મને આ વાતની જાણ થઈ એ ખૂબ જ ખરાબ હતું. આવું ઘણી વખત થયું છે. જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં નવી-નવી હતી ત્યારે મને આનાથી ખૂબ જ તકલીફ થતી હતી. મને આ ઇન્ડસ્ટ્રી અને આ વ્યવસાયની પ્રકૃતિ જ સમજાતી નહોતી. ઘણી વખત મને ફિલ્મમાંથી બહાર કરવાનાં જે કારણો આપવામાં આવતાં હતાં, એ બિલકુલ તર્કસંગત નહોતાં. હું આજે પણ એ બાબતો વિશે વિચારું છું. તમે એ ઘટનાઓને સંપૂર્ણપણે ભૂલી શકતા નથી. સમય પસાર થવાની સાથે મને સમજાયું કે આવું માત્ર મારી સાથે જ નહીં, ઘણા લોકો સાથે થયું છે.’
આ પરિસ્થિતિ સાથે તાલમેલ સાધવા પાછળની વિચારસરણી જણાવતાં તારાએ કહ્યુંુ હતું કે ‘બીજા લોકો સાથે પણ ફિલ્મમાંથી પડતા મ‌‌ુકાવાના આવા અનુભવો થયા છે, હું એકલી નથી. મેં તો એ સમયે મને બહાર કાઢવાનું કારણ પણ પૂછ્યું હતું, પણ ત્યાં તો અલગ જ પ્રકારની રમતો ચાલી રહી હતી. પાછલાં વર્ષોમાં મને ઘણી વખત એવું કહેવામાં આવ્યું કે બસ બધું સહન કરો અને અસંવેદનશીલ બની જાઓ. જોકે મને લાગે છે કે આ જ મારી સૌથી મોટી તાકાત છે કે હું અસંવેદનશીલ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 01:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK