સિદ્ધાર્થે સોશ્યલ મીડિયા પર ઈજાગ્રસ્ત પગની તસવીર પોસ્ટ કરી હતી જેમાં પગમાં મેડિકલ વૉકિંગ બૂટ પહેરેલાં છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા
સિદ્ધાર્થ મલ્હોત્રાના પગમાં ભારે ઈજા પહોંચી હોવાના સમાચાર છે. તેણે સોશ્યલ મીડિયા પર પોતાના ઈજાગ્રસ્ત પગની તસવીર શૅર કરીને આ માહિતી આપી હતી. તસવીરમાં તેણે મેડિકલ વૉકિંગ બૂટ પહેરેલાં છે. જોકે આ મુશ્કેલ સમયમાં પણ સિદ્ધાર્થ ખુશમિજાજમાં છે.
સિદ્ધાર્થે સોશ્યલ મીડિયા પર ઈજાગ્રસ્ત પગની તસવીર પોસ્ટ કરી હતી જેમાં પગમાં મેડિકલ વૉકિંગ બૂટ પહેરેલાં છે. આ પ્રકારનાં બૂટ મોટા ભાગે ફ્રૅક્ચર અથવા તો પગમાં ભારે ઈજા થાય ત્યારે સપોર્ટ માટે પહેરવામાં આવતાં હોય છે.
