બન્ને તેમની આવનારી ફિલ્મના શૂટિંગ માટે એક ટૂ-વ્હીલર પર બેસીને જતાં જોવા મળ્યાં હતાં
તસવીર : સતેજ શિંદે
સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા ગઈ કાલે મુંબઈમાં મરીન ડ્રાઇવ પર જોવા મળ્યાં હતાં. બન્ને તેમની આવનારી ફિલ્મના શૂટિંગ માટે એક ટૂ-વ્હીલર પર બેસીને જતાં જોવા મળ્યાં હતાં અને તેમની સાથે ફિલ્મ ક્રૂનો આખો કાફલો હતો. મરીન ડ્રાઇવની લટાર માણવા આવેલા ઘણા લોકોએ દરિયાનો નઝારો છોડીને થોડી વાર માટે આ સેલિબ્રિટીની અદા જોઈને મોજ માણી હતી.


