સોહેલે લંડનથી સોશ્યલ મીડિયા પર વેકેશનની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તે અને સીમા બન્ને પુત્રો સાથે પોઝ આપીને એકબીજા સાથે સારો સમય ગાળી રહ્યાં છે.
સોહેલ અને ભૂતપૂર્વ પત્ની સીમા લંડનમાં રજાઓ માણવા પહોંચ્યાં હતાં
સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનના ભલે તેની પત્ની સીમા સજદેહથી ડિવૉર્સ થઈ ગયા હોય, પણ તેઓ પોતાના બન્ને દીકરાઓ નિર્વાહ અને યોહાનનો સાથે મળીને ઉછેર કરી રહ્યાં છે. હાલમાં બાળકોની ખાતર સોહેલ અને ભૂતપૂર્વ પત્ની સીમા લંડનમાં રજાઓ માણવા પહોંચ્યાં હતાં. સોહેલે લંડનથી સોશ્યલ મીડિયા પર વેકેશનની તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં તે અને સીમા બન્ને પુત્રો સાથે પોઝ આપીને એકબીજા સાથે સારો સમય ગાળી રહ્યાં છે.
સોહેલ-સીમાની આ તસવીરને કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે અને કમેન્ટ કરતાં કહી રહ્યા છે કે છૂટાછેડા પછી સાથે ફરવું આજકાલ ટ્રેન્ડ બની ગયો છે. જોકે કેટલાક ફૅન્સે સોહેલ અને સીમા સજદેહનો બચાવ કર્યો અને કહ્યું કે છૂટાછેડા પતિ-પત્નીના હોઈ શકે, માતા-પિતાના નહીં; તો કેટલાક ચાહકોએ સોહેલ ખાન અને સીમા સજદેહને ફરી સાથે થઈ જવાનું સૂચન પણ કર્યું છે.
ADVERTISEMENT
સોહેલ ખાન અને સીમાએ ૧૯૯૮માં ભાગીને લગ્ન કર્યાં હતાં. સોહેલની સીમા સાથે પ્રથમ મુલાકાત મુંબઈમાં થઈ હતી. ત્યાર બાદ બન્નેને એકબીજા સાથે પ્રેમ થયો અને પછી બન્નેએ લગ્ન કરી લીધાં હતાં. જોકે સોહેલ અને સીમાના ૨૦૨૨માં છૂટાછેડા થઈ ગયા છે.

