મુખ્ય હિરોઇન તરીકે સોનમની આ પહેલી ફિલ્મ હશે
ટાઇગર શ્રોફ, સોનમ બાજવા
સાજિદ નડિયાદવાલાની ફિલ્મ ‘બાગી 4’માં ટાઇગર શ્રોફની હિરોઇન તરીકે સોનમ બાજવાની પસંદગી કરવામાં આવી છે. મુખ્ય હિરોઇન તરીકે સોનમની આ પહેલી ફિલ્મ હશે. આમ તો તે ‘હાઉસફુલ 5’માં પણ જોવા મળવાની છે, પણ એમાં કલાકારોના શંભુમેળાનો તે માત્ર એક હિસ્સો છે. આ પહેલાં તે ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ અને ‘બાલા’ નામની હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.