Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શ્રીલીલા અને તિલક વર્માના ડેટિંગની ચર્ચા ખોટી છે?

શ્રીલીલા અને તિલક વર્માના ડેટિંગની ચર્ચા ખોટી છે?

Published : 18 May, 2026 10:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટ્રેસની ટીમે સ્પષ્ટતા કરી કે બન્ને ક્યારેય મળ્યાં પણ નથી અને એકબીજા સાથે વાતચીત પણ કરી નથી

શ્રીલીલા અને તિલકના સંબંધો ચર્ચાનો મુદ્દો બન્યા હતા

શ્રીલીલા અને તિલકના સંબંધો ચર્ચાનો મુદ્દો બન્યા હતા


હાલમાં સોશ્યલ મીડિયામાં શ્રીલીલા અને ભારતીય ક્રિકેટર તિલક વર્માના ડેટિંગની ચર્ચા ચાલી હતી. હવે વધતી ચર્ચાઓ વચ્ચે શ્રીલીલાની ટીમે આ અહેવાલોને સંપૂર્ણપણે ખોટા ગણાવ્યા છે. એક રિપોર્ટ પ્રમાણે ટીમે જણાવ્યું છે કે ‘તિલક વર્મા અને શ્રીલીલાને લઈને ફેલાતી અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને અસત્ય છે. બન્ને ક્યારેય મળ્યાં પણ નથી અને એકબીજા સાથે વાતચીત પણ કરી નથી. આ અટકળોમાં કોઈ સત્ય નથી અને કોઈ તથ્ય વગર આવી વાતો ફેલાવવી યોગ્ય નથી.’

શ્રીલીલા અને તિલક વર્માના ડેટિંગની અફવાઓ ત્યારે શરૂ થઈ જ્યારે શ્રીલીલાની મમ્મી ડૉ. સ્વર્ણલતા ધરમશાલામાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની IPLની મૅચ દરમ્યાન જોવા મળ્યાનો દાવો કરવામાં આવ્યો. આ ઉપરાંત શ્રીલીલા પણ વાનખેડે સ્ટેડિયમમાં મૅચ જોવા પહોંચી હતી, જ્યાં તેની ટીમના એક સભ્યની જર્સી પર પાછળ ‘તિલક’ લખેલું જોવા મળ્યું હતું.



આ પછી ક્રિકેટર સૂર્યકુમાર યાદવનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો ત્યારે ફરી શ્રીલીલા અને તિલકના સંબંધો ચર્ચાનો મુદ્દો બન્યા હતા. આ વિડિયોમાં તિલક વર્મા હેડફોન પહેરીને હોટેલની લૉબીમાંથી પસાર થતો જોવા મળે છે. આ સમયે સૂર્યકુમાર મજાકમાં કહેતો સાંભળાય છે કે ‘તિલક પ્રેમમાં છે.’ જોકે વિડિયોમાં સૂર્યકુમારે સીધું શ્રીલીલાનું નામ લીધું નહોતું. તિલક અને શ્રીલીલા બન્ને યુવા ચાહકોમાં ખૂબ લોકપ્રિય હોવાથી તેમનું નામ જોડાતાં જ સોશ્યલ મીડિયા પર આ ચર્ચા ટ્રેન્ડ બનવા લાગી.


કાર્તિક સાથે પણ જોડાયું હતું શ્રીલીલાનું નામ

કાર્તિક આર્યન અને શ્રીલીલા આગામી ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છે. તેઓ તેમની ઑફ-સ્ક્રીન મિત્રતાને કારણે પણ ચર્ચામાં આવ્યાં હતાં. શ્રીલીલા માત્ર કાર્તિકની જ નહીં, તેના પરિવારની પણ એટલી જ નજીક છે. તે નિયમિત રીતે કાર્તિકના ઘરે યોજાતી ફૅમિલી-પાર્ટી અને ફંક્શનમાં જોવા મળે છે. તેમની વચ્ચેની  આ કેમિસ્ટ્રીને કારણે કાર્તિક આર્યન સાથે પણ શ્રીલીલાનું નામ જોડાયું હતું પણ બન્નેમાંથી કોઈએ આ વાતની સ્પષ્ટતા નથી કરી.


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2026 10:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK