મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડાની મુખ્ય ભૂમિકાવાળી એસ.એસ. રાજામૌલીની ‘વારાણસી’ ૫૦ ભાષામાં ડબ કરીને ૧૨૦થી વધુ દેશોમાં રિલીઝ થવાની ચર્ચા છે. રાજામૌલી AI વૉઇસને બદલે રિયલ આર્ટિસ્ટના અવાજથી ડબિંગ કરાવવાના પક્ષમાં છે.
૫૦ ભાષામાં રિલીઝ થનારી વારાણસીના ડબિંગ માટે લેવાશે ૧૫૦૦થી વધુ આર્ટિસ્ટ્સનાં વૉઇસ-સૅમ્પલ
મહેશ બાબુ અને પ્રિયંકા ચોપડાને લીડ રોલમાં ચમકાવતી ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલીની ‘વારાણસી’ ૫૦ અલગ-અલગ ભાષાઓમાં ડબ કરીને ૧૨૦થી વધુ દેશોમાં રિલીઝ કરવામાં આવશે એવા રિપોર્ટ છે. મળતી માહિતી પ્રમાણે એસ.એસ. રાજામૌલી ડબિંગ માટે AI જનરેટેડ વૉઇસને બદલે રિયલ આર્ટિસ્ટના અવાજનો ઉપયોગ કરવા માગે છે. આ ડબિંગ વિશે વાત કરતાં ફિલ્મ સાથે સંકળાયેલી એક વ્યક્તિએ કહ્યું હતું કે ‘અવાજ પર્ફોર્મન્સનો જ એક ભાગ છે. આ જ કારણ છે કે એસ. એસ. રાજામૌલીને દરેક અલગ વર્ઝન માટે રિયલ આર્ટિસ્ટ જોઈએ છે. તેઓ AIનો ઉપયોગ નહીં કરે. ફાઇનલ કટ પસંદ કરતાં પહેલાં ૧૫૦૦થી વધુ કલાકારોના અવાજનાં સૅમ્પલ લેવામાં આવશે.’
એસ.એસ. રાજામૌલી નથી ઇચ્છતા કે ફિલ્મ અનેક ભાષાઓમાં રિલીઝ થવાને કારણે કલાકારોના પર્ફોર્મન્સની અસર ઓછી થઈ જાય અને તેઓ નથી ઇચ્છતા કે ફિલ્મ એક ભાષામાંથી બીજી ભાષામાં જાય ત્યારે પર્ફોર્મન્સની અસર ઘટી જાય. એસ. એસ. રાજામૌલી માને છે કે ડબિંગ માત્ર ડાયલૉગનું ભાષાંતર કરવું અથવા લિપ-મૂવમેન્ટ સાથે અવાજને મૅચ કરવાની પ્રોસેસ નથી. તેમના મતે અવાજમાં ઇમોશન, પર્સનાલિટી અને કૅરૅક્ટરનો હેતુ પણ દેખાવો જોઈએ અને તેઓ ઇચ્છે છે કે દરેક માર્કેટમાં દર્શકોને માત્ર ડાયલૉગ નહીં, કલાકારોનો પર્ફોર્મન્સ અનુભવવા મળે.
