શેખર કપૂર સાથેના ડિવૉર્સ પછી સુચિત્રા કૃષ્ણમૂર્તિને કરણ જોહર, નાગેશ કુકુનૂર અને રામ ગોપાલ વર્મા સાથે કરવાં હતાં લગ્ન; બધાએ ના પાડી દીધી હતી
સુચિત્રા કૃષ્ણામૂર્તિ
શાહરુખ ખાનની ફિલ્મ ‘કભી હાં કભી ના’થી બૉલીવુડમાં હિરોઇન તરીકે એન્ટ્રી લેનારી સુચિત્રા કૃષ્ણામૂર્તિનું અંગત જીવન બહુ ડામાડોળ હતું. સુચિત્રાએ ફિલ્મમેકર શેખર કપૂર સાથે લગ્ન કર્યાં હતાં અને પછી શેખરની ઇચ્છાને માન આપીને ફિલ્મી દુનિયાને અલવિદા કરી દીધી હતી. જોકે દીકરી કાવેરીના જન્મ પછી સુચિત્રાએ પતિ શેખર પર રિલેશનશિપમાં છેતરપિંડી કરવાનો આરોપ મૂકીને ડિવૉર્સ લઈ લીધા હતા.
ડિવૉર્સ પછી સુચિત્રાએ ૨૦૧૭માં તેના જીવન પર આધારિત એક નાટકમાં કામ કર્યું હતું અને એ નાટકમાં ડિવૉર્સ પછીના તેના જીવનને દર્શાવવામાં આવ્યું હતું. આ નાટકમાં સુચિત્રાએ જણાવ્યું હતું કે ‘તલાક પછી મેં કરણ જોહરને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો તો કરણે આ લગ્નની ઇચ્છા પાછળનું કારણ પૂછ્યું હતું. કરણને કારણ જણાવતાં મેં કહ્યું કે તું પૈસાદાર અને ગુડ લુકિંગ છે. મારો આ જવાબ સાંભળતાં જ તેણે કહ્યું કે હું પણ પરણવા માટે આવી જ વ્યક્તિને શોધી રહ્યો છું.’
ADVERTISEMENT
પોતાના અંગત જીવન વિશે વાત કરતાં સુચિત્રાએ જણાવ્યું હતું કે ‘મેં કરણ સિવાય નાગેશ કુકુનૂર અને રામગોપાલ વર્મા પાસે પણ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમણે પણ મને રિજેક્ટ કરી હતી. નાગેશ તો મારી પ્રપોઝલ સાંભળીને ભાગી જ ગયો અને રામુએ મને સ્પષ્ટ કહી દીધું કે મહિલાઓને તો હું સેક્સ-સિમ્બૉલ જ માનું છું.’