આ મૅરથૉન વિશે વાતચીત કરતાં સુનીલ શેટ્ટીએ BSFના સાહસ અને દેશની સીમાઓની સુરક્ષા માટેના તેમના યોગદાનની પ્રશંસા પણ કરી હતી
સુનીલ શેટ્ટીએ BSFના સાહસ અને દેશની સીમાઓની સુરક્ષા માટેના તેમના યોગદાનની પ્રશંસા કરી
બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (BSF) દ્વારા આયોજિત જમ્મુ મૅરથૉન દરમ્યાન બૉલીવુડ સ્ટાર સુનીલ શેટ્ટી ખાસ હાજર રહ્યો હતો અને તેણે ભાગ લેનાર ખેલાડીઓનું મનોબળ વધાર્યું હતું. આ ઇવેન્ટમાં વાતચીત કરતી વખતે સુનીલ શેટ્ટીએ જણાવ્યું હતું કે આવતા દિવસોમાં કાશ્મીરમાં ફિલ્મોનું શૂટિંગ શરૂ થવાની શક્યતા છે.
આ મૅરથૉન વિશે વાતચીત કરતાં સુનીલ શેટ્ટીએ BSFના સાહસ અને દેશની સીમાઓની સુરક્ષા માટેના તેમના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. આ સાથે સુનીલ શેટ્ટી કહ્યું હતું કે ‘લોકો મને ફિલ્મ ‘બૉર્ડર’માં ભૈરોસિંહના આર્મી ઑફિસર પાત્ર માટે ઓળખે છે. આ મારી પહેલી જમ્મુ મૅરથૉન છે. આશા છે કે ભવિષ્યમાં વધુ મૅરથૉન યોજાશે અને હું દરેક વખતે આવવાનો પ્રયાસ
કરીશ. હું કાશ્મીર મૅરથૉનમાં પણ ગયો છું. ટૂંક સમયમાં મારી કેટલીક ફિલ્મોનું શૂટિંગ પણ કાશ્મીરમાં શરૂ થવાનું છે.’


