`બટવારા 1947`ના પ્રમોશન દરમિયાન સની દેઓલે પિતા ધર્મેન્દ્રની વાતનો ઉલ્લેખ કરતાં ભારત-પાકિસ્તાન અંગે નિવેદન આપ્યું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
સની દેઓલ
સની દેઓલ હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘બટવારા 1947’ના પ્રમોશનમાં વ્યસ્ત છે ત્યારે એક ઇવેન્ટમાં સનીએ ભારત અને પાકિસ્તાન વિશે આપેલા નિવેદનને લઈને હવે સોશ્યલ મીડિયા પર જોરદાર ચર્ચા શરૂ થઈ છે. આ પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન સનીને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનમાં ફિલ્મનું શૂટિંગ કરવાનો અનુભવ કેવો રહ્યો અને ત્યાંના વાતાવરણ વિશે તે શું અનુભવે છે ત્યાર સનીએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે ફિલ્મનું શૂટિંગ પાકિસ્તાનમાં થયું જ નથી. આ સ્પષ્ટતા કરતાં સનીએ કહ્યું હતું કે દેઓલે કહ્યું, ‘અમે ત્યાં શૂટિંગ કર્યું જ નથી. આખી ફિલ્મનું શૂટિંગ ભારતમાં જ થયું છે. અમે આવી લાગણીઓની વાત નથી કરતા, કારણ કે એક સમય એવો હતો જ્યારે આખો દેશ એક જ હતો. જેમ પપ્પાએ કહ્યું હતું કે ‘ભારત મેરી માઁ હૈ તો પાકિસ્તાન મૌસી હૈ’ અને આ વાત તમે બધા સારી રીતે જાણો છો. ક્યાંક ને ક્યાંક આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ.’ સનીના આ નિવેદનનો વિડિયો સોશ્યલ મીડિયા પર ઝડપથી ચર્ચાસ્પદ બન્યો છે. કેટલાક લોકોએ આ નિવેદનને માનવતાવાદી દૃષ્ટિકોણ ગણાવી સમર્થન કર્યું છે, જ્યારે કેટલાક લોકોએ એની ટીકા પણ કરી છે.
