Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્શનપૅક્ડ ઍન્ટનીમાં સની દેઓલ બનશે પોલીસ-ઑફિસર

ઍક્શનપૅક્ડ ઍન્ટનીમાં સની દેઓલ બનશે પોલીસ-ઑફિસર

Published : 07 April, 2026 10:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં મુંબઈનું શૂટિંગ શેડ્યુલ પૂરું કર્યા પછી હવે સની દેઓલ આગળના સીન માટે ગોવા જવાનો છે

સની દેઓલ

સની દેઓલ


સની દેઓલ ફિલ્મ ‘બૉર્ડર 2’ની સફળતા પછી હવે પોતાની નવી ફિલ્મ ‘ઍન્ટની’ની તૈયારીમાં વ્યસ્ત થઈ ગયો છે. આ એક ઍક્શન ફિલ્મ છે અને હાલમાં મુંબઈનું શૂટિંગ શેડ્યુલ પૂરું કર્યા પછી હવે તે આગળના સીન માટે ગોવા જવાનો છે.

‘ઍન્ટની’ની વાર્તા ગોવામાં ફેલાયેલા એક ક્રાઇમ-સિન્ડિકેટની આસપાસ ફરે છે. એમાં સની દેઓલ આ ગૅન્ગને ખતમ કરવા માગતા એક પોલીસ-ઑફિસરના રોલમાં જોવા મળશે. ફિલ્મના મોટા ઍક્શન સીન પણ ગોવામાં જ શૂટ કરવામાં આવશે. ફિલ્મમાં સનીની સાથે જ્યોતિકા અને વિજય વર્મા પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે. વિજય વર્મા આ ફિલ્મમાં વિલનનું પાત્ર ભજવી રહ્યો છે. રિપોર્ટ મુજબ ગોવામાં લગભગ એક મહિના લાંબું શૂટિંગ શેડ્યુલ રહેશે જે ફિલ્મ માટે ખૂબ મહત્ત્વનું છે. 


Whatsapp-channel Whatsapp-channel

07 April, 2026 10:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK