તેણે ઍક્ટિંગમાં કમબૅક કરવા માટે નેટફ્લિક્સ, ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો અને હૉટસ્ટારના વડાઓને ફોન કરીને કામ આપવાની વિનંતી કરી હતી
સુસ્મિતા સેન
ભૂતપૂર્વ મિસ યુનિવર્સ અને ઍક્ટ્રેસ સુસ્મિતા સેને લાંબા બ્રેક પછી ઍક્ટિંગની દુનિયામાં કમબૅક કરવા માટે નેટફ્લિક્સ, ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો અને હૉટસ્ટારના વડાઓને ફોન કરીને કામ માગ્યું હતું. સુસ્મિતાએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘મેં ઍક્ટિંગની દુનિયામાં ૮ વર્ષના બ્રેક પછી કામ કરવાનું શરૂ કર્યું હતું. એ સમયે શરૂઆતમાં મારી પાસે કોઈ કામ નહોતું. આ સમયે મેં નેટફ્લિક્સ, ઍમૅઝૉન પ્રાઇમ વિડિયો અને હૉટસ્ટારના વડાઓને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે મારું નામ સુસ્મિતા સેન છે અને પ્લીઝ મને કામ આપો. આ પછી મેં ૨૦૨૦માં ‘આર્યા’ નામની વેબ-સિરીઝ દ્વારા ડિજિટલ પ્લૅટફૉર્મ પર ઍક્ટિંગની દુનિયામાં કમબૅક કર્યું. આ સિરીઝ ડિઝની+હૉટસ્ટાર પર રિલીઝ થઈ હતી.’

