Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પર્ફેક્ટ ફોટોઝ માટે પોતાને પરેશાન ન કરો, ફ્લૅટ ટમી માટે મેં મારી જાત પર બહુ જ જુલમ કર્યો છે

પર્ફેક્ટ ફોટોઝ માટે પોતાને પરેશાન ન કરો, ફ્લૅટ ટમી માટે મેં મારી જાત પર બહુ જ જુલમ કર્યો છે

Published : 02 June, 2026 10:06 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાપસી પન્નુએ કહ્યું કે મને પછી અહેસાસ થયો કે દરેક મહિલાનું શરીર અલગ હોય છે એ સ્વીકારવું જરૂરી છે

તાપસી પન્નુની ફાઇલ તસવીર

તાપસી પન્નુની ફાઇલ તસવીર


તાપસી પન્નુએ પોતાના ફૅન્સને પોતાના શરીરને સ્વીકારવાની અને માત્ર સોશ્યલ મીડિયા પર પર્ફેક્ટ દેખાતી તસવીરો માટે પોતાને હેરાન ન કરવાની સલાહ આપી છે. આ સાથે જ તાપસીએ સ્વીકાર્યું છે કે તેણે ફ્લૅટ ટમી મેળવા માટે પોતાને હદથી વધુ તકલીફ આપી હતી જેનો આજે પણ તેને અફસોસ છે.

રવિવારે તાપસીએ સોશ્યલ મીડિયા પર આ સંદેશ આપતાં કહ્યું હતું કે ‘બાળપણમાં હું ખૂબ ફિટ હતી, પરંતુ મને ક્યારેય સમજાયું નહોતું કે પેટના નીચેના ભાગની ચરબી હંમેશાં કેમ રહેતી હતી. હું એને દૂર કરવા માટે આકરી કસરત કરતી હતી. જોકે સાચી વાત છે કે જ્યારે તમે તમારી જાત પર જરૂર કરતાં વધારે દબાણ કરો છો ત્યારે તમારા મગજમાં એક અલાર્મ વાગે છે કે તમારા શરીરને સુરક્ષાની જરૂર છે. આ પછી વાસ્તવમાં વૉટર-રિટેન્શન ઓછું થવાને બદલે શરીર એને જાળવી રાખવાનું શરૂ કરી દે છે. આ પછી પણ પેટના નીચેના ભાગની ચરબી યથાવત્ રહે છે. વધુ કસરત કરવાથી આ સમસ્યા વધી પણ શકે છે. દરેક મહિલાનું શરીર અલગ હોય છે અને મહિલાઓએ એવી અપેક્ષા ન રાખવી જોઈએ કે તેમનું પેટ દરરોજ એકસરખું જ દેખાશે, કારણ કે મહિલાઓના શરીરમાં અનેક હૉર્મોનલ ફેરફારો થતા રહે છે. તમારું શરીર કોઈ બીજી યુવતી જેવું ન દેખાઈ શકે, તેથી તમારે એને સ્વીકારવું પડશે. મેં આ વાત ખૂબ મોડેથી સ્વીકારી. મારી ડાયટિશ્યને મને સમજાવ્યું કે પેટના નીચેના ભાગમાં થોડી ચરબી અને થોડું પાણી જમા થવું જરૂરી છે કારણ કે ત્યાં પ્રજનન અંગો હોય છે અને એમને સુરક્ષાની જરૂર હોય છે. એક મહિલા તરીકે આ સુરક્ષાની જરૂર પડે છે. આ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. તેથી માત્ર પર્ફેક્ટ ફોટોઝ માટે પોતાને પરેશાન ન કરો. થોડો ઊપસેલો ભાગ અને થોડી ચરબી હોવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. પ્લીઝ પોતાની જાતને હેરાન ન કરો.’


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 10:06 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK