દિશા પાટની સાથેની રિલેશનશિપની ચર્ચા વિશે તલવિન્દર સિંહે કરી આવી સ્પષ્ટતા
દિશા પાટની સાથે તલવિન્દર સિંહ
દિશા પાટની હાલમાં સિંગર તલવિન્દર સિંહ સિદ્ધુ સાથે ડેટિંગ કરી રહી છે એવી ચર્ચા છે. ક્રિતી સૅનનની બહેન નૂપુર સૅનનનાં લગ્ન દરમ્યાન દિશા અને તલવિન્દર સાથે જોવા મળ્યાં હતાં. હવે આ મામલે તલવિન્દરે એક ઇન્ટરવ્યુમાં પહેલી વખત ખુલાસો કર્યો છે. આ ઇન્ટરવ્યુમાં તલવિન્દરને પૂછવામાં આવ્યું કે શું તે ખરેખર દિશા પાટની સાથે રિલેશનશિપમાં છે? ત્યારે તેણે કહ્યું, ‘અમે નૂપુરનાં લગ્નથી થોડા સમય પહેલાં એકબીજાને ઓળખવા લાગ્યાં હતાં અને અમે વિચાર્યું નહોતું કે અમારા તરફ આટલું બધું ધ્યાન આપવામાં આવશે. અમે દબાણ કે અફવાઓ સામે ઝૂકવા માગતાં નથી. અમે હજી પણ પોતાને ઓળખી રહ્યાં છીએ, પોતાને સમજવાની કોશિશ કરી રહ્યાં છીએ. હું એટલું જ કહીશ કે જો લોકો અફવા ફેલાવવાની કોશિશ કરશે તો હું અફવાને અફવા જ રહેવા દઈશ.’
આ ઇન્ટરવ્યુમાં તલવિન્દરને પૂછવામાં આવ્યું કે શું હવે તે પ્રેમ અને સંબંધો વિશે વિચારે છે? ત્યારે તેણે જવાબ આપ્યો કે ‘મને દરરોજ પ્રેમ થાય છે, મને હજી પણ પ્રેમ થઈ રહ્યો છે.’


