Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતાને નડ્યો ભયાનક અકસ્માત, રેસમાં કારનો કચ્ચરઘાણ

સાઉથની ફિલ્મોના સુપરસ્ટાર અભિનેતાને નડ્યો ભયાનક અકસ્માત, રેસમાં કારનો કચ્ચરઘાણ

Published : 22 July, 2025 03:38 PM | IST | italy
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, કોમેન્ટેટરને કહેતા સાંભળી શકાય છે, `અજિત કુમાર કારમાંથી બહાર, રેસમાંથી બહાર. આ વર્ષે આપણે પહેલી વાર તેમને આટલા ખરાબ રીતે ઘાયલ થતાં જોયા છે. તેઓ એક મહાન ખેલાડી છે.

અજિત કુમારની કાર થઈ ક્રૅશ (તસવીર: X)

અજિત કુમારની કાર થઈ ક્રૅશ (તસવીર: X)


કી હાઇલાઇટ્સ

  1. `અજિત કુમાર કારમાંથી બહાર, રેસમાંથી બહાર.`
  2. ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે.
  3. અજિત કુમારની કાર બીજી પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી.

તામિલ અભિનેતા અજિત કુમાર વિશે એક મોટા સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં ઇટાલીમાં યોજાયેલી GT4 યુરોપિયન સિરીઝ રેસ દરમિયાન તે એક ભયાનક કાર અકસ્માતનો ભોગ બન્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે રેસના બીજા રાઉન્ડ દરમિયાન, તેમની કાર મિસાનો ટ્રેક પર અકસ્માતનો ભોગ બની હતી. સદનસીબે, અભિનેતાને કોઈ ઈજા થઈ ન હતી અને તે સુરક્ષિત છે. જોકે, તેમને રેસમાંથી બહાર નીકળવું પડ્યું, પરંતુ ચાહકો તેના કામની પ્રશંસા કરતા થાકતા નથી. હકીકતમાં, તે અકસ્માત પછી તરત જ ગ્રાઉન્ડ સ્ટાફને રેસ ટ્રેક પરથી કાટમાળ સાફ કરવામાં મદદ કરતો જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો હવે સામે આવ્યો છે.


સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, કોમેન્ટેટરને કહેતા સાંભળી શકાય છે, `અજિત કુમાર કારમાંથી બહાર, રેસમાંથી બહાર. આ વર્ષે આપણે પહેલી વાર તેમને આટલા ખરાબ રીતે ઘાયલ થતાં જોયા છે. તેઓ એક મહાન ખેલાડી છે. તેઓ જાય છે અને માર્શલ્સને બધો કાટમાળ દૂર કરવામાં મદદ કરે છે. મોટાભાગના ડ્રાઇવરો આવું કરતા નથી.`



અહીં જુઓ વાયરલ વીડિયો



અજિતની કાર બીજી પાર્ક કરેલી કાર સાથે અથડાઈ

તમને જણાવી દઈએ કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે અજિત કુમારની કાર બીજી પાર્ક કરેલી કાર સાથે અથડાઈ હતી. આ ઘટનાને લઈને હવે ચાહકો સોશિયલ મીડિયા પર અજિત કુમાર સેફ છે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે અને રીટ્વિટ પણ કરી રહ્યા છે. એકે લખ્યું “સારું.” ચાહકો સ્ટાફને મદદ કરવા બદલ અભિનેતાની પીઠ થપથપાવી રહ્યા છે. કેટલાક તેમને ‘થાલા` કહી રહ્યા છે. એક ચાહકે લખ્યું, `તે એક સારો વ્યક્તિ છે.` બીજાએ લખ્યું, `એક ખેલાડી તરીકે એકેને સલામ.`

2003 થી રેસિંગની દુનિયાનો ભાગ

માહિતી મુજબ, અજિત હવે બેલ્જિયમમાં ત્રીજા પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. અજિત 2003 થી રેસિંગની દુનિયાના ભાગ છે. તેમણે 2010 માં `ફોર્મ્યુલા 2 ચેમ્પિયનશિપ` માં પણ ભાગ લીધો હતો. સિનેમા અને મોટર સ્પોર્ટ્સમાં તેમના યોગદાન બદલ તેમને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા છે. આ પહેલા પણ રેસિંગ દરમિયાન તેમની કારને અકસ્માત નડ્યો હતો, અને તેઓ અનેક વખત બચી ગયા છે.

અજિત કુમારની આગામી ફિલ્મ વિશે

ફિલ્મોની વાત કરીએ તો, 2025 માં તામિલ સિનેમાને `ગુડ બેડ અગ્લી` સાથે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ મળી. હાલમાં, તેમણે ફિલ્મોથી વિરામ લીધો છે. જોકે, અહેવાલો સૂચવે છે કે તે `ગુડ બેડ અગ્લી`ના દિગ્દર્શક આદિક રવિચંદ્રન સાથે આગામી ફિલ્મમાં કામ કરશે.

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2025 03:38 PM IST | italy | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK