તનિશાએ આ તસવીર સાથે કૅપ્શન લખી હતી કે ‘કૈંચી ધામમાં નીમ કરૌલી બાબાનાં દર્શન કર્યાં. ઝિંદગી સમય કા ખેલ હૈ. બુલાવા આતા હૈ. બ્લેસ્ડ.’
તનિશા મુખરજી
‘હનુમાન અંશ’ ફિલ્મ પછી ઉત્તરાખંડના નૈનીતાલ-અલ્મોડા રોડ પર આવેલા નીમ કરૌલી બાબાના આશ્રમ કૈંચી ધામમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાં એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે ફિલ્મ જોયા બાદ મોટી સંખ્યામાં લોકો કૈંચી ધામ પહોંચી રહ્યા છે, જેના કારણે ત્યાં લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. જોકે આ તમામ મુશ્કેલીઓને અવગણીને કાજોલની બહેન અને અભિનેત્રી તનિશા મુખરજી નીમ કરૌલી બાબાનાં દર્શન કરવા કૈંચી ધામ પહોંચી હતી. તેણે સોશ્યલ મીડિયા પર તેની કૈંચી ધામની મુલાકાતની જાણકારી આપી છે અને ત્યાંની કેટલીક તસવીરો પણ ચાહકો સાથે શૅર કરી છે. તનિશાએ આ તસવીર સાથે કૅપ્શન લખી હતી કે ‘કૈંચી ધામમાં નીમ કરૌલી બાબાનાં દર્શન કર્યાં. ઝિંદગી સમય કા ખેલ હૈ. બુલાવા આતા હૈ. બ્લેસ્ડ.’
