° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


તારા સુતારિયા અને આદર જૈન બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાશે?

17 October, 2020 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

તારા સુતારિયા અને આદર જૈન બહુ જલ્દી લગ્નના બંધનમાં બંધાશે?

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

બૉલીવુડના ક્યૂટ કપલ ગણતા રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટ (Alia Bhatt)ના ચાહકો આ વર્ષે તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. જોકે, તેમના ફૅન્સે તેમના લગ્ન માટે હજી વર્ષ 2021 સુધી રાહ જોવી પડશે. જ્યારે સૂત્રોએ આપેલી માહિતી મુજબ, રણબીર કપૂરનો કઝીન આદર જૈન (Adar Jain) તેની ગર્લફ્રેન્ડ તારા સુતારિયા (Tara Sutaria) સાથે આ વર્ષે લગ્ન કરી શકે છે. એટલે કપૂર પરિવારમાં ભલે રણબીરણના લગ્નની શહેનાઈ ન વાગે પણ આદરના લગ્નની શહેનાઈ તો વાગશે જ.

બૉલીવુડના લવ બર્ડસ તારા સુતારિયા અને આદર જૈને હજી રિલેશનશિપની સત્તાવાર જાહેરાત નથી કરી પણ ઈન્સ્ટાગ્રામ પર અગાઉથી જ સત્તાવાર દરજ્જો આપી દીધેલો છે એટલે હવે તેમાં કોઈ શંકા રહી નથી. સ્પૉટબૉયે સૂત્રોના હવાલેથી લખ્યું છે કે, આદર જૈન ટૂંક સમયમાં જ તેની ગર્લફ્રેન્ડ તારા સુતરિયા સાથે સાત ફેરા ફરવાનો છે. બન્ને પોતાના વચન અંગે ગંભીર છે અને વહેલાસર લગ્ન કરી લેશે. જોકે આ સમાચારને હજી સુધી સત્તાવાર  કન્ફર્મ કરવામાં આવ્યા નથી. કપૂર પરિવારમાં જ્યાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની ચર્ચા ચાલી રહી છે ત્યારે જ આ સમાચારથી ખ્યાલ આવે છે કે રણબીરના કઝિન આદર જૈન પણ લગ્નના શુભ સમાચાર આપનારો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રણબીર અને આલિયા લગ્ન કરી લે તેવા સંકેતો મળતા નથી. પરંતુ તેનો કઝિન આદર જૈન એક ફેમિલી પર્સન છે અને તે ટૂંક સમયમાં તારા સુતરિયા સાથે લગ્ન કરી લેશે. આદરના મોટા ભાઈ અરમાન જૈને ગયા વર્ષે જ તેની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા હતા. આદરની કરિયર હજી શરૂ થઈ નથી તો તારાની કરિયર હમણાં જ શરૂ થઈ છે. જોકે તેમના લગ્ન વચ્ચે કોઈ અડચણ નથી.

તમને જણાવી દઈએ કે, તારા સુતરિયાએ તાજેતરમાં જ આદર જૈનના જન્મદિવસે બન્નેની રિલેશનને ઈન્સ્ટાગ્રામ પર મહોર મારી દીધી હતી. તેની પોસ્ટમાં બન્ને વચ્ચે પ્યાર હોવાના સંકેત મળી ગયા હતા. આદરના ભાઈ અરમાનના લગ્ન વખતે પણ આદર અને તારા સાથે સાથે જ જોવા મળતા હતા. આ ઉપરાંત પણ બંનેને ઘણી વાર સાથે સ્પોટ કરાયા છે.

17 October, 2020 01:37 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

નિષ્ફળતાનો મને ભય નથી : જૉન એબ્રાહમ

હું કદી નકારાત્મક ​પરિણામ મળશે એવી ધારણા મનમાં રાખતો નથી. વધુમાં વધુ શું થશે, દર્શકોને નહીં ગમે, ખરુંને? અમે બીજી ફિલ્મ તરફ વળીએ છીએ. હું દરેક ફિલ્મને જીવું છું અને સતત આગળ વધતો રહું છું.’

28 November, 2021 02:46 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘યોદ્ધા’ની શરૂઆત

આ જ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણ જોહરે કૅપ્શન આપી હતી, ‘યોદ્ધા’ની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે.’

28 November, 2021 02:44 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

‘રાધે શ્યામ’નું શૂટિંગ શરૂ કર્યું ભાગ્યશ્રીએ

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ભાગ્યશ્રીએ કૅપ્શન આપી હતી, ‘વિશ્વ એક સ્ટેજ છે. આપણે બધા આપણી ભૂમિકા ભજવીએ છીએ. ‘રાધે શ્યામ’ના સેટ પર મારો પહેલો દિવસ. આ અદ્ભુત શોટ માટે થૅન્ક યુ મનોજ.’

28 November, 2021 02:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK