ફિલ્મના ટ્રેલરની રિલીઝ પછી દક્ષિણ ભારતના દર્શકોમાં પણ એના માટે ઉત્સાહ જોવા મળે છે
‘ધુરંધર : ધ રિવેન્જ’નું ટ્રેલર ૭ માર્ચે રિલીઝ કરવામાં આવ્યું હતું
રણવીર સિંહની આગામી ફિલ્મ ‘ધુરંધર : ધ રિવેન્જ’નું ટ્રેલર ૭ માર્ચે રિલીઝ કરવામાં આવ્યું હતું અને આ ફિલ્મ ૧૯ માર્ચે વિશ્વભરમાં રિલીઝ થવાની છે. ‘ધુરંધર : ધ રિવેન્જ’ માત્ર હિન્દીમાં જ નહીં પણ તેલુગુ, તામિલ, કન્નડા અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થવાની છે અને ફિલ્મનું ટ્રેલર પણ અલગ-અલગ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. તેલુગુ દર્શકો તરફથી પણ ટ્રેલરને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે અને એના ડબિંગ અને ડાયલૉગ્સની ખૂબ પ્રશંસા થઈ રહી છે.
જોકે ધમાકેદાર ટ્રેલર જોયા પછી હવે તેલુગુ દર્શકોએ ડિરેક્ટર આદિત્ય ધરને એક ખાસ વિનંતી કરી છે. આ ફિલ્મને સમગ્ર ભારતમાં રિલીઝ કરવાની યોજના હોવાને કારણે ફૅન્સ મેકર્સને કહી રહ્યા છે કે ફિલ્મનાં ગીતોને તેલુગુમાં ડબ કરવાને બદલે એને એના મૂળ હિન્દી વર્ઝનમાં જ રાખવામાં આવે.
ADVERTISEMENT
તેલુગુ દર્શકોની આ ડિમાન્ડ પાછળ એક ખાસ કારણ છે. અગાઉ ઘણી ફિલ્મોમાં ડબ કરાયેલાં ગીતો સાથે દર્શકોનો અનુભવ સારો રહ્યો નથી. ખોટો અનુવાદ, નબળા મિક્સિંગ અને અર્થ બદલાઈ જવાના કારણે ગીતોની અસર ઘટી જતી હોય છે. આ જ કારણસર તેલુગુ દર્શકો ઇચ્છે છે કે માત્ર ડાયલૉગ્સને જ તેલુગુમાં ડબ કરવામાં આવે અને ગીતો હિન્દીમાં જ રાખવામાં આવે.
ટૉક્સિક સ્ટાર યશ હવે ધુરંધર : ધ રિવેન્જ જોવા તલપાપડ
રણવીર સિંહની ‘ધુરંધર : ધ રિવેન્જ’ અને યશની ‘ટૉક્સિક’ પહેલાં ૧૯ માર્ચે એકસાથે રિલીઝ થવાની હતી પણ હવે હવે આ ક્લૅશ ટળી ગયો છે, કારણ કે ‘ટૉક્સિક’ની રિલીઝ આગળ ધકેલી દેવામાં આવી છે. હવે ‘ટૉક્સિક’ ૪ જૂને રિલીઝ થશે અને આ કારણે બન્ને મોટી ફિલ્મો વચ્ચે થનારી ટક્કર હવે અટકી ગઈ છે. એક રિપોર્ટ મુજબ આ સંજોગોમાં પણ યશ અને રણવીર સિંહ વચ્ચે કોઈ સ્પર્ધા કે મતભેદ નથી. યશને ‘ધુરંધર’ બહુ ગમી હતી અને હવે તે આ ફિલ્મની સીક્વલ જોવા માટે ઉત્સુક છે. આ મામલે વાત કરતાં યશની નજીકની એક વ્યક્તિએ માહિતી આપી હતી કે બન્ને ફિલ્મો વચ્ચેની સ્પર્ધા અથવા તનાવની વાતો બહારના લોકો દ્વારા ઊભી કરવામાં આવી રહી છે, પણ હકીકતમાં આવું કંઈ નથી.
