હકીકતમાં શ્રીદેવી પોતાના જન્મદિવસે નિયમિત રીતે તિરુપતિ મંદિર જતી હતી અને તેની આ પરંપરા દીકરી જાહ્નવીએ જાળવી રાખી છે.
પરમ સુંદરી
જાહ્નવી કપૂર મમ્મી શ્રીદેવીને બહુ પ્રેમ કરતી હતી. તાજેતરમાં બુધવારે શ્રીદેવીની ૬૨મી વર્ષગાંઠ હતી અને એ દિવસે જાહ્નવીને તેના ‘પરમ સુંદરી’ના સહકલાકાર સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે તિરુપતિ મંદિર જવા માટે ઍરપોર્ટ પર સ્પૉટ કરવામાં આવી. આ સમયે જાહ્નવીના હાથમાં રહેલા બ્રૅન્ડેડ પર્સે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. મળતી માહિતી પ્રમાણે આ પર્સની કિંમત પચીસ લાખ રૂપિયા જેટલી છે.
હકીકતમાં શ્રીદેવી પોતાના જન્મદિવસે નિયમિત રીતે તિરુપતિ મંદિર જતી હતી અને તેની આ પરંપરા દીકરી જાહ્નવીએ જાળવી રાખી છે.