Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > રણવીર સિંહની પ્રલય છે ૩૦૦ કરોડની ફિલ્મ

રણવીર સિંહની પ્રલય છે ૩૦૦ કરોડની ફિલ્મ

Published : 13 February, 2026 02:26 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

‘પ્રલય’નું ડિરેક્શન ફિલ્મમેકર હંસલ મહેતાનો દીકરો જય મહેતા કરી રહ્યો છે અને એની વાર્તા કોરોના મહામારીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહ ‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ પછી ‘પ્રલય’ નામના ઝૉમ્બી ડ્રામામાં જોવા મળશે. રણવીર પોતાની આ આગામી ફિલ્મ માટે બહુ ઉત્સાહિત છે અને એને તેની કરીઅરના સૌથી મોટા અને મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ્સમાંથી એક ગણવામાં આવી રહ્યો છે. એક રિપોર્ટ મુજબ ‘પ્રલય’નું અંદાજિત બજેટ આશરે ૩૦૦ કરોડ રૂપિયા છે અને આ ફિલ્મ રણવીરની અત્યાર સુધીની સૌથી મોંઘી સોલો ફિલ્મ બની શકે છે. ફિલ્મમાં સ્ક્રિપ્ટથી લઈને વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સુધી દરેક બાબતમાં ભારે ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આ સિવાય ફિલ્મમાં કામ કરવા માટે રણવીરે 
પ્રૉફિટ-શૅરિંગ ડીલ કરી હોવાની માહિતી પણ મળી છે.

‘પ્રલય’નું ડિરેક્શન ફિલ્મમેકર હંસલ મહેતાનો દીકરો જય મહેતા કરી રહ્યો છે અને એની વાર્તા કોરોના મહામારીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. મળતી માહિતી પ્રમાણે ફિલ્મમાં રણવીર સાથે મુખ્ય અભિનેત્રી તરીકે સાઉથની ઍક્ટ્રેસ



કલ્યાણી પ્રિયદર્શન જોવા મળી શકે છે. જોકે આ અંગે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી. ફિલ્મનું શૂટિંગ મે અથવા જૂનમાં શરૂ થવાની શક્યતા છે.


Whatsapp-channel Whatsapp-channel

13 February, 2026 02:26 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK