Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > T20 વર્લ્ડ કપમાં અસોસિએટ નેશન તરીકે સૌથી મોટી જીત નોંધાવી અમેરિકાએ

T20 વર્લ્ડ કપમાં અસોસિએટ નેશન તરીકે સૌથી મોટી જીત નોંધાવી અમેરિકાએ

Published : 14 February, 2026 08:12 AM | IST | Chennai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મોનાંક ઍન્ડ કંપનીએ ૬ વિકેટે ૧૯૭ રનનો ટાર્ગેટ આપ્યો હતો, ૧૫.૫ ઓવરમાં નેધરલૅન્ડ્સ ૧૦૩ રને ઢેર થતાં અમેરિકા ૯૩ રનથી જીત્યું

મુંબઈમાં જન્મેલા અમેરિકન સ્પિનર હરમીત સિંહે ૪ ઓવરમાં ૨૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી

મુંબઈમાં જન્મેલા અમેરિકન સ્પિનર હરમીત સિંહે ૪ ઓવરમાં ૨૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી


ચેન્નઈના ચેપૉક સ્ટેડિયમમાં અમેરિકાએ ગઈ કાલે નેધરલૅન્ડ્સ સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ૩ વન-ડે અને ૩ T20 મૅચ હાર્યા બાદ અમેરિકાએ નેધરલૅન્ડ્સ સામે પહેલી જીત મેળવી હતી. ગઈ કાલે અમેરિકાને મળેલી ૯૩ રનની જીત T20 વર્લ્ડ કપમાં અસોસિએટ ટીમ તરફથી સૌથી મોટી જીત હતી. છેલ્લે ૨૦૧૪માં નેપાલે ૮૦ રને હૉન્ગકૉન્ગ સામે સૌથી મોટી જીત નોંધાવી હતી. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં અમેરિકાની આ ત્રીજી જીત છે. મોનાંક પટેલ ઍન્ડ કંપનીએ ૨૦૨૪ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને કૅનેડાને હરાવ્યાં હતાં.

અમેરિકાએ ૬ વિકેટ ગુમાવીને ૧૯૬ રન કર્યા હતા. આ સ્કોર તેમનો T20 વર્લ્ડ કપનો બીજો હાઇએસ્ટ સ્કોર હતો. ૨૧ વર્ષના સૈતેજા મુક્કામલ્લાએ ૫૧ બૉલમાં પાંચ ફોર અને ૪ સિક્સના આધારે ૭૯ રન ફટકાર્યા હતા. કૅપ્ટન મોનાંક પટેલે ૩૬ રનનું અને શુભમ રંજને ૪૮ રનનું યોગદાન આપ્યું હતું. નેધરલૅન્ડ્સના મીડિયમ ફાસ્ટ બોલર બાસ ડી લીડે ૪ ઓવરમાં ૩૭ રન આપીને ૩ વિકેટ લીધી હતી.



અમેરિકાના બોલિંગ-આક્રમણ સામે નેધરલૅન્ડ્સના ચાર બૅટર્સે ડબલ ડિજિટમાં સ્કોર કર્યો હતો. ત્રીજા ક્રમે રમીને બાસ ડી લીડે ૧૭ બૉલમાં ૨૩ રનનું મોટું યોગદાન આપ્યું હતું. મુંબઈમાં જન્મેલા અમેરિકન સ્પિનર હરમીત સિંહે ૪ ઓવરમાં ૨૧ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર શૅડ્લી વૅન શાલ્કવિકે ૨૧ રન આપીને ૩ વિકેટ લીધી હતી. પાકિસ્તાની મૂળના સ્પિનર મોહમ્મદ મોહસિને ૧૯ રન આપીને ૨ વિકેટ લીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 08:12 AM IST | Chennai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK