ટાઇગર શ્રોફ નૅશનલ કૅન્સર રોઝ ડે 2025ની ઉજવણીમાં ભાગ લઈને કૅન્સર સામે લડતાં બાળકો સાથે ખાસ ‘હૅપી ફિટ’ ડાન્સ વર્કશૉપમાં જોડાયો હતો
ટાઇગર શ્રોફ
ટાઇગર શ્રોફ નૅશનલ કૅન્સર રોઝ ડે 2025ની ઉજવણીમાં ભાગ લઈને કૅન્સર સામે લડતાં બાળકો સાથે ખાસ ‘હૅપી ફિટ’ ડાન્સ વર્કશૉપમાં જોડાયો હતો. આ ઇવેન્ટ કૅન્સર પેશન્ટ્સ એઇડ અસોસિએશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ ઇવેન્ટમાં ટાઇગરે બાળકોને ખુશ કરવા માટે તેની ૨૦૧૬ની સુપરહીરો ફિલ્મ ‘અ ફ્લાઇંગ જટ્ટ’નો કૉસ્ચ્યુમ પહેર્યો હતો. આ વર્કશૉપમાં કોરિયોગ્રાફર્સ ગીતા કપૂર અને ફિરોઝ ખાન પણ હાજર હતાં અને ટાઇગરે બાળકો સાથે ડાન્સ કર્યો હતો તથા તેમની સાથે ફોટો પણ ક્લિક કરાવ્યા હતા.

