Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રોફેશનલ ફ‍ુટબૉલર તરીકે મેદાનમાં ઊતરશે ટાઇગર શ્રોફ?

પ્રોફેશનલ ફ‍ુટબૉલર તરીકે મેદાનમાં ઊતરશે ટાઇગર શ્રોફ?

Published : 29 July, 2026 02:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ટાઇગર શ્રોફ હવે મોટા પડદા બાદ ફુટબૉલના મેદાનમાં પણ પોતાનું કૌશલ્ય બતાવી શકે છે. 135મા ડુરન્ડ કપ માટે મુંબઈ FCની ટીમમાં તેનો સમાવેશ થયો છે અને તે નિયમિત પ્રૅક્ટિસ કરી રહ્યો છે. ગ્રુપ-સ્ટેજની છેલ્લી મૅચમાં તેના ડેબ્યૂની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે

ટાઇગર શ્રોફ

ટાઇગર શ્રોફ


ઍક્શન સ્ટાર ટાઇગર શ્રોફ હવે મોટા પડદા ઉપરાંત પ્રોફેશનલ ફુટબૉલર તરીકે પોતાનું કૌશલ્ય બતાવતો જોવા મળી શકે છે. મળતી માહિતી પ્રમાણે ૧૩૫મા ડુરન્ડ કપ માટે ટાઇગરને મુંબઈ FCની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને ટાઇગર છેલ્લા કેટલાક સમયથી ટીમ સાથે નિયમિત પ્રૅક્ટિસ કરી રહ્યો છે. આ સંજોગોમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તે ટુર્નામેન્ટની ગ્રુપ-સ્ટેજની છેલ્લી મૅચમાં ટીમ તરફથી મેદાનમાં ઊતરી શકે છે.
ઉદ્યોગપતિ અલી અહમદની માલિકીની મુંબઈ FC પોતાની ગ્રુપ-સ્ટેજની મૅચો માટે ૩૦ જુલાઈએ શિલૉન્ગ જવા રવાના થશે. રિપોર્ટ પ્રમાણે ટાઇગરે સત્તાવાર રીતે ટીમ સાથે પોતાનું રજિસ્ટ્રેશન પૂર્ણ કરી દીધું છે. જો બધું આયોજન મુજબ રહેશે તો શિલૉન્ગમાં ચાહકોને ટાઇગરનો એક નવો અને અનોખો અંદાજ જોવા મળી શકે છે.
ટાઇગર અને મુંબઈ FCનો સંબંધ માત્ર ખેલાડી પૂરતો જ નથી. તે આ ક્લબની શરૂઆતથી જ એની સાથે જોડાયેલો છે. ૨૦૨૪માં ટાઇગરે આ ફુટબૉલ ક્લબનું લૉન્ચિંગ કર્યું હતું અને તે ક્લબનો બ્રૅન્ડ-અૅમ્બૅસૅડર પણ છે. તેના જોડાયા બાદ ક્લબે ભારતીય ફુટબૉલમાં ઝડપથી પોતાની ઓળખ બનાવી છે. ટીમે પહેલાં મહારાષ્ટ્ર સ્ટેટ ક્લબ લીગ ચૅમ્પિયનશિપનો ખિતાબ જીત્યો હતો અને ત્યાર બાદ iLeague 3માં ત્રીજું સ્થાન મેળવીને પ્રથમ વખત પ્રતિષ્ઠિત ડુરન્ડ કપ માટે ક્વૉલિફાય કર્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 02:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK